ગળતેશ્વર તાલુકા પંચાયત નુ રૂ.1 કરોડ નુ બજેટ મંજૂર

ભાજપ શાસીત ખેડા જિલ્લા ની ગળતેશ્વર તાલુકા પંચાયત ના હોલમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી નમ્રતા બેન રીપલભાઈ પટેલ ની અધ્યક્ષસ્થાને સામાન્ય સભા યોજાઈ હતી જેમાં ગત સભા કરવામાં આવેલા કામો ને બહાલી આપવામાં આવી હતી અને વર્ષ 2022-23 ના વર્ષ માટે રૂ.1.56 કરોડ ની પુરાંત વાળુ બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું વિરોધ પક્ષ કોંગ્રેસ ની માંગણી ના જવાબ મા ગળતેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી નમ્રતાબેને પટેલે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીના વિકાસ ની ગતિ ને આગળ વધારવા માટે મે દરેક સભ્યો ને ન્યાય મળી રહે તે માટે સભ્યો ના પોતાના વિસ્તાર ના મુકેલા વિકાસ ના કામો ને પક્ષા પક્ષી થી પર રહી ને ગ્રાંટ ફાળવવામાં આવી છે છતાં આયોજન સરખા ભાગે વહેંચો ની માંગ પર કોંગ્રેસ પોતાના વિરોધી વલણ પર અડગ રહયા હતા બીજી તરફ વિરોધ પક્ષના આવા વલણ ને કારણે તાલુકાના વિકાસ રૂંધાઇ રહેશે તેવી લોક મુખે ચર્ચા એ જોર પકડયું હતુ સ્થાનિક સ્વરાજ ની ચુંટણી ની આચાર સહિંતા ટુક સમય મા લાગુ થવા ના પણ એંધાણ વર્તાઈ રહ્યા છે .

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *