ભાજપ યુવા મોરચા દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું

રિપોર્ટ : બીના પટેલ

તારીખ 8 એપ્રિલ ના રોજ ઉમરેઠ તાલુકા /શહેર ભાજપ યુવા મોરચા દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું. ઉમરેઠ લાલ દરવાજા વિસ્તારમાં થી પ્રસ્થાન કરવામાં આવ્યું. ઉમરેઠ શહેર ,ભાટપુરા, નવાપુરા, બેચરી, સુરેલી ,ભરોડા હમીદ પુરા ગામમાં આ રેલી નીકળી. આ રેલીમાં રાજ્ય સભાના પૂર્વ સાંસદ લાલસિંહ વડોદિયા, તાલુકા પંચાયતના પ્રમુખ રંજનબેન પરમાર, તાલુકા ભાજપ પ્રમુખ વિમલભાઈ પટેલ, ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ હર્ષ શહેરા વાળા, જિલ્લા ઉપપ્રમુખ નરેન્દ્ર સિંહ ચૌહાણ, ચિખોદરા ના સરપંચ હર્ષદભાઈ પરમાર, મહામંત્રી શ્રી રાજેશભાઈ ભોઈ,અરવિંદભાઈ પટેલ, ધાર્મિક સુકલ, કારોબારી અધ્યક્ષ ઈશ્વરભાઈ પટેલ, કનુભાઈ પટેલ, તાલુકા પંચાયત અને નગરપાલિકા ના સદસ્યો, તાલુકા કિસાન મોરચાના પ્રમુખ ગૌરાંગ ભાઈ પટેલ, જિલ્લા યુવા મોરચાના મંત્રી જૈમીન રા ઉલજી, તાલુકા યુવા મોરચાના પ્રમુખ કિરપાલ સિંહ મહિડા, ઉમરેઠ શહેર યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલ, ઉમરેઠ શહેર/ તાલુકાના યુવા મોરચાના મહામંત્રી શ્રી ઓ, યુવા મોરચાના સર્વે હોદેદારશ્રીઓ, મોટી સંખ્યામાં કાર્યકર શ્રી ઓ રેલીમાં જોડા યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *