
રિપોર્ટ:-બીના પટેલ
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તારીખ ૦૮ એપ્રિલના રોજ યોજાનારી “બાઇક રેલી” ના આયોજનના ભાગરૂપે ધારાસભ્યશ્રી મયુરભાઈ રાવલના અધ્યક્ષસ્થાને યુવા મોરચાના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાઈ. જેમાં શહેર ભાજપ પ્રમુખશ્રી પીનકીનભાઈ બ્રહ્મભટ્ટ , મહામંત્રી કિશોરભાઈ રાણા તેમજ મિલન પટેલ , ઉપપ્રમુખ પ્રશાંતભાઈ ઝવેરી , તાલુકા ભાજપ મંત્રી સાગર પટેલ, યુવા મોરચાના પ્રમુખ શક્તિસિંહ વણાર (તાલુકા) અને કૃપેન શાહ (શહેર) સહિત હોદ્દેદારો-કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.
