રાજકીય નગરી માં સનાતની શંખનાદ

શ્રી.ક.ક.પા.સનાતન શહેર સમાજ ગાંધીનગર સાબર રીજીયન સંપર્કયાત્રા

તા.10/04/2022 ના રવિવારના રોજ બપોરે 3:30 કલાકે ઉમા ભવન,ગાંધીનગર ખાતે સાબર રીજીયન ના તલોદ-પ્રાંતિજ-ગાંધીનગર ડિવિઝન ના શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન શહેર સમાજ અને સનાતન યુવક મંડળ ગાંધીનગર નું પરિવાર સ્નેહમિલન,સાબરકાંઠા ઝોન સમાજ-વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ની સાથે સાબર રીજીયન ની પણ સંપર્કયાત્રા યોજાઈ…

આ કાર્યક્રમ ની શરૂઆત બપોરે 3:30 કલાકે મહેમાનું નું સ્થાનગ્રહણ,ત્યારબાદ સમૂહ પ્રાર્થના,દીપ પ્રાગટય થી કરવામાં આવી,ઉપસ્થિત મહેમાનું નું સ્થાનિક સમાજ ના મિત્રો દ્વારા શાલ,ફુલછડી તેમજ સ્વાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ ઝોન સમાજ,સ્થાનિક સનાતન સમાજ,વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન,સ્થાનિક કડવા પાટીદાર સમાજ ના અગ્રણીઓ એ પ્રાસંગીક પ્રવચનો આપ્યા,જેમાં સાબર રીજીયન ચેરમેન દિલીપભાઈ ધોળુ દ્વારા સાબર રીજીયન યુવાસંઘ ની તમામ થીમની માહિતી તેના કાર્યો અને મિશન 6000+ YSK અને WEBCOM 100℅ તેમજ નજીકના સમયમાં યોજાવા જઈ રહેલ પંચામૃત-૪ કાર્યક્રમ ની માહિતી સાથે રજૂઆત કરેલ.ગાંધીનગર સનાતન યુવામંડળ સાબર રીજીયન માં જોડાણ સ્વરૂપે તેમને વિશેષરૂપ થી અભિવાદીત કરેલ,તેમજ સાબર રિજીયન ના મિત્રો દ્વારા શાલ ઓઢાડીને ગાંધીનગર સનાતન સમાજ ના પ્રમુખશ્રી ઈશ્વરભાઈ રૂડાણી અને મહામંત્રી દિલીપભાઈ સેંઘાણી નું સન્માન કરવામાં આવ્યું..

આ સંપર્કયાત્રા દરમિયાન સાબર રીજીયન ટિમ ની સ્થાનિક યુવામંડળ સાથે મિટિંગ કરવામાં આવી જેમાં યુવા મંડળ અને રીજીયન સાથેના જોડાણ વધુ મજબૂત તેમજ યુવાસંઘ ની થીમ ની માહિતી ઉપરાંત ysk-webcom બાબતે ચર્ચા કરવામાં આવી

🌸સંપર્કયાત્રા માં ઉપસ્થિત લિડર્સ

👉🏻 સાબર રીજીયન ના સેન્ટ્રલ લિડર્સ
IPP & VUF યુવા સંગઠન ચેરમેન ડૉ.વસંતભાઈ ધોળુ
મંત્રીશ્રી નિલેશભાઈ સુરાણી
Ysk CEO સૌરભભાઈ રામાણી
👉🏻 સાબર રીજીયન ચેરમેન દિલીપભાઈ ધોળુ તેમજ કોર ટિમ
👉🏻 સાબરકાંઠા ઝોન સમાજ પ્રમુખશ્રી રસિકભાઈ છાભૈયા તેમજ કારોબારી ટિમ
👉🏻 સનાતન શહેર ગાંધીનગર સમાજ ના પ્રમુખશ્રી ઈશ્વરભાઈ રૂડાણી તેમજ કારોબારી ટીમ
👉🏻 તલોદ-પ્રાંતિજ-ગાંધીનગર ડિવિઝન ચેરમેન વિશાલ લીંબાણી ટિમ
👉🏻 સનાતન યુવક યુવકમંડળ ગાંધીનગર પ્રમુખશ્રી હરેશભાઇ સેંઘાણી તેમજ કારોબારી મિત્રો
👉🏻 સાબર રીજીયન થીમ લિડર્સ
👉🏻 સાબર રીજીયન CCM મેમ્બર
👉🏻 સાબર રીજીયન સલાહકાર મિત્રો
👉🏻 અન્ય ડિવિઝન ટિમ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *