પોસ્ટલ વીકની ઉજવણી નિમિત્તે ગ્રાહકોની સમસ્યાઓને ઉકેલાશે

ટેકનોલોજીના જમાનામાં પોસ્ટનો ઉપયોગ નહિવત થઇ ગયો હોવા છતાં ગ્રાહકોની સમસ્યાઓ ઉકેલવાની સાથે સાથે પોસ્ટલ વિમા, સેવિંગ યોજનાઓથી લોકોને વાકેફ કરવા માટે પોસ્ટલ વીકની ઉજવણી કરવામાં આવશે. તારીખ ૯મી, ઓક્ટોબરથી તારીખ ૧૫ ઓક્ટોબર સુધી રોજે રોજ અલગ અલગ કાર્યક્રમો થકી લોકોને પોસ્ટલ વિભાગથી માહિતગાર કરાશે.વર્તમાન ટેકનોલોજીનો ઉપયોગ દરેક ક્ષેત્રમાં થઇ રહ્યો છે. ત્યારે પોસ્ટલ વિભાગની ટપાલની કામગીરી નહીવત જેવી બની રહી છે.

તેમ છતાં પોસ્ટલ વિભાગ ગ્રાહકોને પડતી મુશ્કેલીઓ તેમજ સમસ્યાઓને જાણીને તેનો ઉકેલ લાવવાની કામગીરી કરી છે. પોસ્ટલ વિભાગની વિવિધ યોજનાઓ અને વીમાનો લાભ લોકો વધુને વધુ પ્રમાણમાં લે તે માટે પોસ્ટલ વિભાગ દ્વારા નેશનલ પોસ્ટલ વીકની ઉજવણી દર વર્ષે ઓક્ટોબર માસમાં કરાય છે. ચાલુ વર્ષે પોસ્ટલ વીકની ઉજવણી તારીખ ૯મી, ઓક્ટોબરથી તારીખ ૧૫મી, ઓક્ટોબર સુધી કરાશે. તારીખ ૯મી, ઓક્ટોબર વર્લ્ડ પોસ્ટલ ડે નિમિત્તે પોસ્ટલ ફોરમની મિટિંગ યોજીને ગ્રાહકોની સમસ્યાઓ સાંભળીને તેનું નિરાકરણ લાવવામાં આવશે. ઉપરાંત તારીખ ૧૦મી, ઓક્ટોબરે સેવિંગ બેન્ક ડે નિમિત્તે પોસ્ટલ વિભાગ દ્વારા ચલાવવામાં આવતી વિવિધ બચત યોજનાઓથી લોકોને માહિતગાર કરાશે.

પોસ્ટલ લાઇફ ઇન્સ્યુરન્સ ડે નિમિત્તે તારીખ ૧૨મી, ઓક્ટોબરે પોસ્ટલ ઇન્સ્યુરન્સ સ્કીમ અંગેની ગ્રાહકોને જાણકારી આપી તેનો લાભ લેવા જણાવવામાં આવશે. ફિલાટેલી ડે નિમિત્તે તારીખ ૧૩મી, ઓક્ટોબરના રોજ ફિલાટેલી કેમ્પનું આયોજન કરી માય સ્ટેમ્પ સ્કિમને પ્રોત્સાહન અપાશે. જ્યારે બિઝનેસ ડેવલેપમેન્ટ ડે નિમિત્તે પોસ્ટલ ઉત્પાદનોથી ગ્રાહકોને વાકેફ કરાશે. ઉપરાંત મેલ (ટપાલ) ડે નિમિત્તે ટપાલને ઝડપથી ગ્રાહક સુધી પહોંચાડવા માટે ડિલિવરીની પક્રિયા ઝડપી બનવાવામાં આવશે તેમ પોસ્ટલ વિભાગના ગાંધીનગર ડિવિઝનના સુપ્રિટેન્ડટે જણાવ્યું છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *