કન્ટેમ્પ્ટ કેસઃ હાઈકોર્ટે પૂર્વ ધારાસભ્ય યતીન ઓઝાને ૨૦૦૦નો દંડ ફટકાર્યો

યેન કેન પ્રકારેણ વિવાદોમાં સપડાયેલા રહેતા સિનિયર ધારાશાસ્ત્રી યતીન ઓઝાને હાઈકોર્ટે કન્ટેમ્પ્ટ કેસમાં દાખલારૂપ સજા કરતા ૬૦ દિવસ સુધી હાઇકોર્ટમાં બેસવાની સજા કરી છે. એટલું જ નહીં, સાબરમતી મતક્ષેત્રના પૂર્વ ધારાસભ્ય તેમજ ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિયેશનના પ્રમુખ રહી ચૂકેલા યતીન ઓઝાને કોર્ટે રૂ. ૨ હજારનો દંડ પણ ફટકાર્યો છે. એક મહિના પહેલાં ગુજરાત હાઇકોર્ટે પૂર્વ સિનિયર એડવોકેટ યતીન ઓઝાએ માફી માગવા છતાં હાઇકોર્ટે માફીની અરજી ગ્રાહ્ય રાખી નથી.

હાઇકોર્ટ સામે કેસ રજિસ્ટર કરવા કરેલા આક્ષેપને લઇને તેમની સામે હાઇકોર્ટે કન્ટેમ્પ્ટ સુઓમોટો અરજી કરી હતી. યતીન ઓઝએ બિનશરતી માફી માગી હવે ભૂલ નહીં થાય તેવી રજૂઆત કરી હતી, પરંતુ માફીની અરજી ગ્રાહ્ય રાખાઈ નથી. યતીન ઓઝ|એ મેટર ફાઇલ કરીને બોર્ડ પર લેવા મામલે રજિસ્ટ્રી અને ૩ જજિસ સામે આક્ષેપ કર્યા હતા. આ આક્ષેપને પગલે હાઇકોર્ટે ઓઝ| સામે કન્ટેમ્પટ પિટિશન દાખલ કરી શો કોઝ નોટિસ પાઠવી હતી.

ઓઝાએ આક્ષેપ કર્યો હતો કે, લોકડાઉનમાં કોર્ટમાં આવતા નવા કેસને ફાઇલ કરવા અને સુનાવણી યોજવા મામલે રજિસ્ટ્રી ભેદભાવ કરી રહી છે. વગદાર લોકોના કેસ તરત બોર્ડ પર આવે છે જ્યારે સામાન્ય લોકોના કેસ મુકાતા ધમકી આપવામા આવે છે કે, જજનું વલણ કડક છે તમે ધાર્યું પરિણામ નહીં મેળવી શકો. ત્યાર બાદ ચીફ જસ્ટિસ વિક્રમનાથે યતીન ઓઝાના આક્ષેપની સત્યતા તપાસવા માટે ત્રણ જજની પેનલ બનાવી હતી.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM