

રિપોર્ટ : બીના પટેલ
સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી વાસદ ખાતે ૨૫મોં વાર્ષિકોત્સવ તાજેતરમાં યોજવામાં આવ્યો હતો. સમારંભના મુખ્ય અતિથિ તરીકે શ્રી જગદીશ શુકલા ( ડાયરેક્ટર, સવિલીંગ સિસ્ટમ લિમિટેડ વડોદરા ) તેમજ અતિથિ વિશેષ તરીકે શ્રી રવિ મિત્તલ (ડાયરેક્ટર, મેન્યુફેક્ચરિંગ એમ.જી. મોટર્સ ઈન્ડિયા લિમિટેડ, વડોદરા) તેમજ શ્રી સેતુલ પરીખ ( કન્ટ્રી હેડ, પીએનસી ઇન્ડિયા, વડોદરા) ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનો શુભારંભ આમંત્રિત મહેમાનના હસ્તે દીપ પ્રાગટયથી કરવામાં આવ્યો હતો. ડૉ. આર.બી.પટેલ (વડા-આઈ.સી. અને વાઇસ પ્રેસિડન્ટ સ્ટુડન્ટ સેન્ટ્રલ કમિટી) દ્વારા મુખ્ય મહેમાનો નું પરિચય આપી શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યો હતો ત્યાર પછી સ્ટુડન્ટ સેન્ટ્રલ કમિટીના હોદ્દેદારો દ્વારા મુખ્ય મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આચાર્ય ડૉ. એસ.ડી. ટોલીવાલ દ્વારા કોલેજની વિવિધ પ્રવૃત્તિઓ નો અહેવાલ રજૂ કર્યો હતો .જેમાં જી.ટી.યુ.ની વિવિધ સેમીસ્ટરની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ એ મેળવેલ ઉચ્ચ સિદ્ધિઓ વિશેષ ધ્યાન આકર્ષે તેવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા વર્ષ દરમ્યાન અલગ અલગ ગતિ વિધિઓમાં અને સ્પર્ધાઓમાં રાષ્ટ્રીય સ્તરે મેળવેલી સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી.વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલા વિવિધ પ્રોજેક્ટમાં વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપનાર સરકારી તેમજ અન્ય સંસ્થાઓનો આભાર માનવામાં આવ્યો હતો.
શ્રી જગદીશ શુક્લા(ડાયરેક્ટર, સવિલીંગ સિસ્ટમ લિમિટેડ વડોદરા)પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે “અત્યારે વર્લ્ડ લેવલે ડિજિટલ ટ્રાન્સમિશન થઈ રહ્યો છે તેથી કરીને મલ્ટિડિસિપ્લિનરી ટેકનોલોજીને વધારે મહત્વ આપવામાં આવી રહ્યો છે મલ્ટિડિસિપ્લિનરી માં ઘણી બધી ચેલેન્જો રહેલી છે આવી પ્રોબ્લેમનો સોલ્યુશન આપવામાં એન્જિનિયરો સામે ઘણી બધી મુશ્કેલીઓ આવી રહી છે તેથી કરીને તેમાં નિષ્ફળ જવાની સંભાવનાઓ પણ રહી.પરંતુ આજના યુવાન એન્જિનિયરોને નિષ્ફળતાની ચિંતા કર્યા વગર પોતાના ગોલ તરફ ધ્યાન કેન્દ્રિત કરી સફળતા મેળવવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ.”
આ પ્રસંગે રોનક પટેલ (ચેરમેન નેસ્ટ) દ્વારા વિદ્યાર્થીઓ ને જણાવ્યું હતું કે તેઓ નવા ઇનોવેટિવ આઇડિયા ઉપર કાર્ય કરે અને આના માટે જે પણ આર્થિક અને તકનીકી સહાય ની જરૂર હશે તે એસવીઆઇટીના સ્ટાફ અને મેનેજમેન્ટ દ્વારા પૂરી પાડવામાં આવશે.
આ પ્રસંગે ભાસ્કરભાઈ પટેલ ના હસ્તે કોલેજના અન્ડર ગેજ્યુએટમાં ઉચ્ચ સિદ્ધિ મેળવનાર ૧૬ વિદ્યાશાખાના પ્રથમ વિદ્યાર્થીઓ અંગુર તુવેરદાળ તરફ થી કાંતિભાઈ રણછોડભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વ.ચંદુભાઈ કાશીભાઈ પટેલની સ્મૃતિમાં સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા.
ત્યાર પછી શ્રી ભાવેશભાઈ પટેલ અને શ્રી અજયભાઈ પટેલ ના હસ્તે કોલેજના પોસ્ટ ગેજ્યુએટ સ્તરે ઉચ્ચ સિદ્ધિ મેળવનાર ૯ વિદ્યાશાખાના પ્રથમ વિદ્યાર્થીઓને લક્ષ્મી તુવેરદાળ તરફથી સ્વ.શ્રી રાવજીભાઇ શનાભાઇ પટેલની સ્મૃતિમાં સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત દ્વિતિય અને તૃતિય સ્થાને રહેલા વિદ્યાર્થીઓને ધી ન્યુ ઈંગ્લીશ સ્કુલ ટ્રસ્ટ તરફથી ૪૮ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પણ આપવામાં આવ્યા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
એકેડમીક મેડલ મેળવનાર વિદ્યાર્થીઓએ હર્ષની લાગણી વ્યક્ત કરતા તેઓએ મેળવેલ સફળતા નો શ્રેય તેમની સખત મહેનત અને પ્રધ્યાપકો દ્વારા મળેલ માર્ગદર્શન ને આપ્યો હતો.
ઇનોવેટિવ આઇડિયા સાથે નવા પ્રોજેક્ટ બનાવી રાજ્ય અને રાષ્ટ્રીયસ્તરે સુંદર દેખાવ કરનાર વિદ્યાર્થીઓને આ પ્રસંગે ટ્રોફી આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
જી.ટી.યુ દ્વારા આયોજીત રમતગમતની પ્રવૃતિમાં વલ્લભવિદ્યાનગર ઝોનમાં તેમજ આંતર ઝોનલ સ્પર્ધામાં સુંદર પ્રદર્શન કરી વિજેતા અને ઉપવિજેતા રહેલ ખેલાડીઓને સંસ્થા તરફથી સનન્માનીત કરવામાં આવ્યા હતા.ઈનામ વિતરણમાં જી.ટી.યુ તરફથી આંતર યુનિવર્સિટી સ્પોર્ટસ સ્પર્ધાઓમા ભાગ લઈ એસ.વી.આઈ.ટી અને યુનિવર્સિટી માં નામ કરનાર ૪૨ રમતવીરોને સંસ્થા તરફથી બ્લેજર અને મોમેન્ટો આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન સ્ટુડન્ટ સેન્ટ્રલ કમિટીનાં પ્રેસીડેન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. શાલીન પટેલ (જી.એસ.-સ્ટુડન્ટ સેન્ટ્રલ કમિટી) દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.