

રિપોર્ટ:- બીના પટેલ
ખંભાત તાલુકાના ભાલવિસ્તારની ગોલાણા વિશાખા નહેરની સાંકળ ૩૫૪૦૦ ફૂટ પર નવા બોક્સ ટાઈપ કુવા તથા ૨૭૫૦૦ ફૂટ પર નવીન બ્રિજ માટે ₹ ૫૩ લાખના ખર્ચે મંજુર થયેલ કામગીરીનું ખાતમુહૂર્ત ધારાસભ્યશ્રી મયુરભાઈ રાવલના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે કાર્યપાલક ઈજનેર એન.સી પરમાર, નાયબ.કા.ઈજનેર વી.એન શર્મા તેમજ જે.એમ ચોકસી, જે.પી વણોલ સહિત તરકપુર-મિતલી-ગોલાણા ગામના સરપંચ અને ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા.
