સ્પેક- એસ.પી.સી.એ.એમ. અને  ટેકનો ઇનોવેશન્સ સાથે એમ. ઓ.યુ.  કરાયું

તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ (સ્પેક) સ્થિત સરદાર પટેલ કોલેજ ઓફ એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટ, બાકરોલ ખાતે ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલ અંતર્ગત ટેકનો ઇનોવેશન્સ, વી.વી. નગર સાથે વિદ્યાર્થીઓના શૈક્ષણિક તથા વ્યવસાયલક્ષી વિકાસને પ્રોત્સાહન આપવા માટે સમજૂતી કરાર કરવામાં આવ્યો હતો.આ એમ.ઓ.યુ. નો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ઉદ્યોગક્ષેત્ર સાથે જોડાવાની તકો પૂરી પાડવા, વ્યવહારુ જ્ઞાન અને કૌશલ્યમાં વધારો કરવા તેમજ તાલીમ અને રોજગારની વિવિધ તકો ઉપલબ્ધ કરાવવાનો હતો.આ એમ.ઓ.યુ. કૉલેજના આચાર્યશ્રી ડૉ. સુયોગ ઉપાસની, આઇ.ક્યુ.એ.સી. કોર્ડિનેટર ડૉ. કલ્પેશ ગોહિલ તથા ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલ ના કોર્ડિનેટર શ્રીમતી વિભૂતિ ભોઈ તેમજ મેમ્બર શ્રી અનંત પરમાર ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટેકનો ઇનોવેશન્સ, વી.વી. નગર તરફથી શ્રી બ્રિજલ શાહની ઉપસ્થિતિ રહી હતી. તેમના અમૂલ્ય સહયોગ અને સહકાર બદલ એસ.પી.સી.એ.એમ. કોલેજ દ્વારા હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ એમ.ઓ.યુ. દ્વારા વિદ્યાર્થીઓને ઉદ્યોગક્ષેત્રની જરૂરિયાતોને અનુરૂપ કૌશલ્ય પ્રાપ્ત કરવા, વ્યવહારુ અનુભવ મેળવવા તેમજ ભવિષ્યમાં રોજગારલક્ષી તકો પ્રાપ્ત કરવા માટે નવી દિશા અને તકો ઉપલબ્ધ થશે.

આ કાર્યક્રમનાં સફળ આયોજન બદલ સંસ્થાના સેક્રેટરીશ્રી શીતલ પટેલ તેમજ તમામ ટ્રસ્ટીશ્રીઓ અને સ્પેક મેનેજમેન્ટ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *