કોરોના સમયમાં રાહત દરે અને ગુણવત્તા યુક્ત સંભાળ આપવા માટે જીસીએસ હોસ્પિટલને ડબલ હેલિકલ દ્વારા એવોર્ડ એનાયત

ગુજરાત કેન્સર સોસાયટી દ્વારા સંચાલિત જીસીએસ મેડિકલ કોલેજ,  હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ને કોવિડ દરમિયાન અને તે પછી પણ રાહત દરે અને ગુણવત્તા યુક્ત સંભાળ પૂરી પાડવામાં ઉત્કૃષ્ટ કાર્ય માટે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ ડબલ હેલિકલ અગ્રણી નેશનલ હેલ્થ મેગેઝિન દ્વારા આપવામાં આવ્યો હતો, જે એસોસિયેશન ઓફ હેલ્થ કેર પ્રોવાઈડર્સ (ઈન્ડિયા) અને કોન્સોર્ટિયમ ઓફ એક્રેડિટેડ હોસ્પિટલ ઓર્ગેનાઈઝેશન દ્વારા સમર્થિત છે. 2 જી મે ના રોજ દિલ્હી ખાતે આયોજિત “ડબલ હેલિકલ હેલ્થકોન્ક્લેવ અને નેશનલ એવોર્ડ્સ 2021” એવોર્ડ સમારંભમાં જીસીએસ હોસ્પિટલ વતી ડો. કીર્તિભાઇપટેલ (ડિરેક્ટર- જીસીએ સહોસ્પિટલ ) અનેડો. યોગેન્દ્રમોદી (ડીન –  જીસીએસ મેડિકલ કોલેજ) એ એવોર્ડ સ્વીકાર્યો હતો.  ડો. કીર્તિભાઇ પટેલએ એવોર્ડ સ્વીકારતા કહ્યુંકે, “આ એવોર્ડઆપવાબદલઅમેડબલહેલિકલનાઆભારીછીએ. આ એવાર્ડ કોરોના ના મુશ્કેલ સમયમાં ગરીબ અને જરૂરિયાત મંદકોવિડ દર્દીઓની ચોવીસ કલાક સેવા કરી ને અમારી જીસીએસટી મદ્વારાકરવા માં આવેલી સખત મહેનત નીસાચીસરાહના છે”.  જીસીએસ હોસ્પિટલ કોવીડ મહામારીની શરુઆતથીજ કોરોના સામેની લડાઈ માં મોખરે હતી. જીસીએસ હોસ્પિટલમાં 7000+ કોરોના દર્દીઓની સફળતા પૂર્વકરાહત દરે સારવાર કરવામાં આવીછે, જે ખાનગી ટ્રસ્ટ હોસ્પિટલ માટે એક ગર્વની વાત છે. જીસીએસ હોસ્પિટલએ NABH સ્વીકૃત 1000-બેડ ની હોસ્પિટલ છે. જીસીએસ હોસ્પિટલ માં બધી જ જનરલ અને સુપર-સ્પેશિયાલિટીઓમાં દર્દીઓની સુરક્ષિત સારવાર નિયમિત રીતે ઉપલબ્ધ છે. શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકાર ના લોકોને નજીવા દરે નિદાન થી લઇ સારવાર આપવા કાર્યરત છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *