


વિજાપુર તાલુકા ખરીદ-વેચાણ સંઘની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સમર્થીત તમામ ૧૨ સભ્યો બિનહરીફ ચૂંટાતા આજરોજ વિજાપુર વિધાનસભાના ધારાસભ્યશ્રી રમણભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્યશ્રી કાંતિભાઈ પટેલ, મહેસાણા જિલ્લા ભાજપ ઉપપ્રમુશ્રી કમલેશભાઈ પટેલ(કાકા), વિજાપુર તાલુકા ભાજપ પ્રમુખશ્રી રાજુભાઇ પટેલ, વિજાપુર તાલુકા પંચાયત પ્રમુખ ભાવિક પટેલ, સાંકૃતિક સેલનાં શ્રી અજયભાઈ બારોટ, વિજાપુર શહેર ભાજપ પ્રમુખશ્રી સંજયભાઈ પટેલ સહિત સંગઠનના હોદ્દેદારશ્રીઓ, અગ્રણીશ્રીઓ તેમજ બિનહરીફ ચૂંટાયેલા સૌ સભ્યોએ આજરોજ ગાંધીનગર ખાતે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબની તેમના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી. ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલે સૌને અભિનંદન પાઠવ્યા હતા.
