ગાંધીનગર જઈ રહેલા રાવલ નગરપાલિકાના અધિકારીઓને નડ્યો કાળ, 2ના લીધા ભોગ

દ્વારકા જીલ્લામાં ખંભાળિયા તાલુકાના કજૂરડા ગામ પાસે આવેલ એસ્સાર કંપની પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો. આ કરસ્માતમાં બે વ્યક્તિના મોત થયા છે. જેમાં મારૂતિ અર્ટીકામાં સવાર રાવલ નગરપાલિકાના ચાર સભ્યો ગાંધીનગર જઈ રહ્યા હતા. આ દરમ્યાન સામે બોલેરો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા. નગરપાલિકાના બે કર્મચારીઓના મોત થયા છે. જ્યારે 2 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના અંગે જાણ થતા નગરપાલિકાના પ્રમુખ સહિતના હોદ્દેદારો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.મળતી માહિતી અનુસાર, રાત્રીના સમયે ગાંધીનગર મિટિંગ માટે જવા નિકળેલા આ આધિકારીઓને ખંભાળિયા તાલુકાના કજૂરડા ગામ પાસે આવેલ એસ્સાર કંપની પાસે કાળ નડ્યો હતો. આ અકસ્માતમાં ભોગ બનેલા અધિકારીઓમાં ટેક્સ વિભાગના નીતિન કાગડિયા અને સેનિટર ઈન્સપેક્ટર મનોજ સિંગરખિયા હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતની જાણ થતા નગરપાલિકાના પ્રમુખ મનોજ જાવેદ સહિતના અન્ય હોદ્દેદારો હોસ્પિટલે દોડી ગયા હતા. આ અકસ્માતમાં કાળને ભેટેલા બે અધિકારીઓના મોત અંગે જાણ થતા આખા ગામમાં શોકનું મોજૂ ફરી ગયું હતું. તેમજ નગરપાલિકામાં પણ ઘેરો શોક જોવા મળી રહ્યો છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *