તીરંદાજ સમર્થની સિદ્ધિ:ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાએ મેળવ્યો રજત ચંદ્રક…

હાલમાં રાજ્યના ૧૧ માં ખેલ મહાકુંભની રાજ્ય કક્ષાની હરીફાઈઓ રમાઈ રહી છે.તેની રાજ્ય તીરંદાજી સ્પર્ધામાં વડોદરાના સમર્થ નગીનભાઈ રાઠવાએ રજત પદક જીતી લઈને શહેરનું ગૌરવ વધાર્યું છે.
સમર્થની સિદ્ધિ અંગે જાણકારી આપતાં જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી જયેશ ભાલાવાળાએ જણાવ્યું કે,આ તીરંદાજે આર્ચરી ની અંડર ૧૪ રિકર્વ સ્પર્ધામાં રાજ્ય કક્ષાની હરીફાઈ માં ભાગ લીધો હતો જે ગોધરામાં યોજાઈ હતી.તેમાં તેને રમત કુશળતા દ્વારા સિલ્વર મેડલ મેળવ્યો છે.
સમર્થે એસ.એ.જી.સંચાલિત વાઘોડિયા રોડ રમત સંકુલમાં કાર્યરત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રમાં આર્ચરી કોચ શ્રી જગદીશ ડું.ભીલ પાસે તાલીમ લીધી છે.
કેન્દ્રીય વિદ્યાલય, હરણીના ધોરણ છ માં ભણતા આ વિદ્યાર્થિની સિદ્ધિ ને બિરદાવતા શ્રી ભાલાવાળા એ તીરંદાજ સમર્થ અને તેના કોચને અભિનંદન આપ્યાં છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *