“સહકાર થી સમૃધ્ધિ” ખેડૂતો અને પશુપાલકોની સમૃધ્ધિનો પર્યાય એટલે પંચમહાલની પંચામૃત ડેરી..

સહકારી માળખા થકી જીલ્લાના ખેડૂતો અને પશુપાલકો આત્મનિર્ભર બન્યા છે.

રિપોર્ટ જતીન સોની દાહોદ

ગુજરાતનું સહકારી ક્ષેત્ર સમગ્ર રાષ્ટ્ર માટે રોલ મોડલ રહ્યું છે ત્યારે પંચમહાલ જિલ્લામાં સહકારી ક્ષેત્રે અગ્રેસર અને સહકાર થી સમૃધ્ધિ તરફ પ્રયાણ કરતી ધી પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. એટલે કે પંચામૃત ડેરીના અમૃતની વિકાસગાથા વિશે જાણીએ. પંચામૃત ડેરી એ ત્રણ જિલ્લા પંચમહાલ, મહીસાગર અને દાહોદ સાથે સંકળાયેલ દૂધ મંડળીઓનું એક વિશાળ સહકારી માળખું છે. જેના થકી આજે ગ્રામ્ય વિસ્તારોમાં દૂધ મંડળીઓનો નવતર રાહ ચિંધી આર્થિક સમૃધ્ધિના દ્રારા ખોલ્યા છે. “સહકાર થી સમૃધ્ધિ” ખેડૂતો અને પશુપાલકોની સમૃધ્ધિનો પર્યાય એટલે પંચમહાલ જીલ્લાની પંચામૃત ડેરી કે જેના થકી જીલ્લાના ખેડૂતો અને પશુપાલકો આત્મનિર્ભર બન્યા છે. પંચામૃત ડેરી દ્રારા છેલ્લા ૧૩ વર્ષમાં ઘણાં નવા આયામો સર કરી સહકારી ક્ષેત્રને મજબૂત કરવા અભૂતપૂર્વ સિધ્ધિઓ હાંસલ કરી છે. જેમા દૈનિક દૂધ સંપાદનની વાત કેરીએ તો વર્ષ-૨૦૦૮-૦૯ માં ૪,૦૩,૦૦૦ કિલોગ્રામ દૂધ ઉત્પાદન થતું હતુ તે વર્ષ-૨૦૨૧-૨૨ માં વધીને ૧૭,૪૫,૦૦૦ કિલોગ્રામ કરીને ચાર ગણો વધારો થયો છે. દૂધ ઉત્પાદકોને ચુકવેલ ભાવ વર્ષ-૨૦૦૮-૦૯ માં જે ૨૭૫ રૂા./કિલોફેટ હતો તે વર્ષ-૨૦૨૧-૨૨ માં વધીને ૭૪૧ રૂા./કિલોફેટ થયો એટલે કે ત્રણ ગણો વધારો થયો છે, દૂધ સંઘના વાર્ષિક ટર્ન ઓવરમાં વર્ષ-૨૦૦૮-૦૯ માં રૂા. ૩૬૬ કરોડ હતા તે વધીને વર્ષ-૨૦૨૧-૨૨ માં રૂા. ૩૨૩૦ કરોડ કરીને ૯ ઘણો વધારો થયો છે, પશુપાલકોને દર ૧૦ દિવસે ચુકવાતી રકમ વર્ષ-૨૦૦૮-૦૯ જે રૂા ૭ કરોડ હતી તે વધીને વર્ષ-૨૦૨૧-૨૨ માં રૂા. ૬૪ કરોડ થતા ૯ ગણો વધારો થયો છે.
પંચામૃત દૂધ સંઘ દ્રારા અમલ કરેલ વિવિધ યોજનાઓ અને માળખાકીય સુવિધાઓની વિગત જોઇએ તો પશુ વિવિધ યોજનાઓ હેઠળ દૂધાળા પશુ ખરીદીમાં ૮૫,૬૨૬ પશુઓ માટે સહાય, દૂધ મંડળીઓને એ.એમ.સી.એસ માટે ૧૧૫૬ મંડળીઓ, દૂધ મંડળીઓ માટે મીલ્કો ટેસ્ટીંગ મશીન ૬૨૯ મંડળીઓને આપ્યા છે, દૂધ મંડળીઓને નવીન દૂધઘર બાંધકામ માટે ૫૦૦ મંડળીઓને સહાય આપવામાં આવી છે , દૂધ મંડળીઓને ગોડાઉન બાંધકામ માટે ૧૪૦ મંડળીઓને સહાય, દૂધ મંડળીઓને બલ્ક કુલર સ્થાપના માટે ૪૫૨ મંડળીઓને સહાય, મીની ડેરી ફાર્મ યોજના હેઠળ ૧૫૨૬ લાભાર્થીઓને સહાય, પાડી-વાછરડી યોજના હેઠળ ૧૩૧૨ લાભાર્થીઓને સહાય, સ્વરોજગાર હેતુ ૧૨ દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપવાની યોજનાહેઠળ ૭૯૯ લાભાર્થીઓને સહાય આપવામાં આવી છે…પંચામૃત દૂધ સંઘ દ્રારા મોટી સરસણ તા.સંતરામપુર ખાતે શીત કેન્દ્રની સ્થાપના,ખાંડીયા દાણ ફેક્ટરી વિસ્તરણ, પીપેરો, ખરેડી શીત કેન્દ્ર તથા તાલીમ કેન્દ્ર સ્થાપના,નારૂકોટ શીત કેન્દ્રની સ્થાપના,ડેરી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ તથા ગોધરા ડેરી પ્લાન્ટ વિસ્તૃતિકરણ,શહેરા તાલુકાના તાડવા મુકામે શીત કેન્દ્ર સ્થાપવા માટેની યોજના, ગોધરા તાલુકાના ધનોલ મુકામે ફ્રોઝન સીમેન સ્ટેશન સ્થાપવા માટેની યોજના, ચોપડા શીત કેન્દ્ર વિસ્તરણની યોજના, લીમડી શીત કેન્દ્ર વિસ્તરણ, કેટલફીડ સ્ટોરેજ ગોડાઉન બાંધકામ ખાંડીયા, તાડવા શીત કેન્દ્ર ખાતે ૪,૭૦૦ મે.ટનની ક્ષમતાવાળા બટર કોલ્ડ સ્ટોરેજની સ્થાપના જેવી માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આ સિવાય ડેરી ઘી, દૂધ, છાસ, દહીં, લસ્સી, બટર, આઈસ્ક્રીમ, વિવિધ મીઠાઈ વગેરેનું ઉત્પાદન કરીને માર્કેટમાં વેચાણ કરી પશુપાલકોની આવકમાં વધારો કરી વધુમાં વધુ ભાવ ફેર આપી રહી છે. આ સિવાય જિલ્લાના પશુઓ માટે વિવિધ પ્રકારના દાણ, ભરડું, નાના પશુઓ માટે શિશુ આહાર , મિનરલ મિકચર પાવડર વગેરે પણ પ્રદાન કરવામાં આવી રહ્યું છે.પંચમહાલ જીલ્લાના સૌથી મોટા સહકારી માળખા રૂપી પંચામૃત ડેરી થકી ગ્રામ્ય વિસ્તારના પશુપાલકોની આવકમાં વધારો થતા આર્થિક જીવનધોરણમાં બદલાવ આવ્યો છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *