
અરવલ્લી જિલ્લામાં ખેડૂત પરિવારોને મળ્યો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (પીએમ-કિસાન) એ દેશના તમામ જમીન ધરાવતા ખેડૂત પરિવારોને કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ તેમજ ઘરેલુ જરૂરિયાતો સંબંધિત વિવિધ સામગ્રીઓ ખરીદવા માટે તેમની આર્થિક જરૂરિયાતો પૂરી પાડવા માટે આવક સહાય પૂરી પાડવા માટેની નવી કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે.દેશના જરૂરિયાતમંદ ખેડૂતો કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે. આ યોજના સાથે મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયેલા છે, અને આર્થિક લાભ લઈ રહ્યા છે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. જે સીધા તેમના બેંક ખાતામાં મોકલવામાં આવે છે. અરવલ્લી જિલ્લાના માલપુરના જેસીંગપુર ગામના ખેડૂત પટેલ વસંતભાઈ રમણભાઈને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળ્યો છે. તેઓ જણાવે છે કે તેમને હવે ખેતી કરવામાં કોઈ તકલીફ પડતી નથી. આ પૈસાથી તેઓ સારી ગુણવત્તાનું બિયારણ અને ખાતર ખરીદે છે. જેની મદદથી તેઓ મબલક ઉત્પાદન મેળવી સમૃદ્ધ બન્યા છે.આ યોજના પહેલા તેમને મિત્રો, સગા-વહાલાઓ પાસે ઉછીના પૈસા લઈ ખેતી કેવી પડતી હતી પરંતુ હવે તેમને કોઈની પાસે હાથ લંબાવવો નથી પડતો. આ યોજનાનો લાભ મેળવીને પોતાનું જીવનમાં ખુશીઓ આવી છે તે બદલ તેમણે વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કર્યો