સાબરકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિન ઉજવણી કરાઇ

રિપોર્ટ ઈકબાલ મેમણ સાબરકાંઠા રિપોર્ટ યુનુસ મેમણ સાબરકાંઠા

હિંમતનગરની ચિત્રિણી નર્સિંગ કોલેજના વિધાર્થીઓને તમાકુ નિષેધ અંગે જાણકારી અપાઇ

31 મેને સમગ્ર વિશ્વમાં તમાકુ નિષેધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મંગળવારના રોજ ચિત્રિણી નર્સિંગ કોલેજ ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિન ઉજવણી નિમિત્તે વિધાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. રાજેશ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા ટોબેકો કન્સલ્ટન્ટ અધિકારી શ્રી ડો.પ્રવિણ ડામોરે વિધાર્થીઓને તમાકુથી થતા નુકશાન વિશે અને વ્યક્તિના તમાકુના સેવનના કયા કયા પરીબળો જવાબદાર છે તે અંગે વિગતવાર જણાવ્યુ હતું ઉપરાંત ટોબેકો કંટ્રોલ સેલ સ્ટાફ અને શાળા આરોગ્ય સુપરવાઇઝર ધ્વારા વિશેષ માહિતી પુરી પાડી હતી. કાર્યક્રમના અંતે વિધ્યાર્થીઓને શપથ લેવડાવામાં આવ્યા હતા. ઉજવણી પ્રસંગે કોલેજના આચાર્યશ્રી તથા સ્ટાફ પરિવારે જનજાગૃતિ માટે હકરાત્મક અભિગમ દાખવ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *