કોરોના જેવી વૈશ્વિક મહામારી સામે ત્યારે જ લડી શકાય છે, જ્યારે સમસ્ત દેશવાસીઓ એક સાથે આવે

કોરોનાથી બચવા માટે ફક્ત ત્રણ મંત્ર: માસ્ક પહેરો, બે ગજનું અંતર રાખો અને વારંવાર તમારા હાથ ધૂઓ; પીએમ મોદીજીના આ આહ્વાનને સલામતી મંત્ર તરીકે લો, ફક્ત તમારી જાતને સુરક્ષિત ના રાખો, પરંતુ તમારા પરિવાર, મિત્રો અને સાથીઓને પણ સુરક્ષિત કરો

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે દેશવાસીઓને પ્રધાનમંત્રી મોદી દ્વારા કોરોના વિરુદ્ધ શરુ કરવામાં આવેલા જનઆંદોલનમાં જોડાવા અપીલ કરી હતી.કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે ટ્વીટ કરી કહ્યું કે “કોરોના જેવી વૈશ્વિક મહામારી સામે ત્યારે જ લડી શકાય છે જ્યારે સમસ્ત દેશવાસીઓ એક સાથે આવે.” ચાલો, આપણે સૌ મળીને શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા કોરોના વિરુદ્ધ ચલાવાતા આ જનઆંદોલનમાં જોડાઈએ અને દરેકને આ રોગચાળાથી માહિતગાર કરીને ભારતને કોરોના મુક્ત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવવીએ.”કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, ” કોરોનાથી બચવા માટે ફક્ત ત્રણ મંત્ર છે. માસ્ક પહેરો, બે ગજનું અંતર રાખો અને વારંવાર તમારા હાથ ધૂઓ. આપ સૌને મારી અપીલ છે કે શ્રી નરેન્દ્ર મોદીજીની આ અપીલને સલામતી મંત્ર તરીકે લો, ફક્ત તમારી જાતને સુરક્ષિત ના રાખો, પરંતુ તમારા પરિવાર, મિત્રો અને સાથીઓને પણ સુરક્ષિત કરો. ”

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *