અમદાવાદ મંડળ પર સ્પેશિયલ ટિકિટ ચેકિંગ અભિયાન

શ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝન પર મુસાફરોની ટિકિટ તપાસવા માટે હાથ ધરવામાં આવેલા સ્પેશિયલ અભિયાન ના ભાગરૂપે, અનધિકૃત તાત્કાલિક કોટા, વરિષ્ઠ નાગરિક કોટા અને અપરાધિક પ્રવતી ના લોકો દ્વારા દુરુપયોગ કરવાવાળાઓ પર કાર્યવાહી કરવામાં આવી હતી.

    મંડળ રેલ પ્રબંધક શ્રી દિપકકુમાર ઝા એ માહિતી આપી હતી કે વર્તમાન માં ચાલતા સિનિયર સિટીઝન કોટા અને તત્કાલ કોટામાં મુસાફરી કરતા મુસાફરોની ટિકિટ તપાસવા માટેના ખાસ ચેક ડ્રાઇવ ના ભાગ રૂપે ટ્રેન નંબર 09084 અને 09090 માં સઘન ટિકિટ ચેકિંગ દરમિયાન 550 મુસાફરો ને ખોટી રીતે યાત્રા કરતા પકડવામાં આવ્યા હતા. નિયમ મુજબ તેમના પાસેથી 604330 / – રૂપિયા દંડ વસૂલવામાં આવ્યો હતો.  ટિકિટ ચેકીંગ દરમિયાન કાળા બજારી કરી રહેલા દલાલો દ્વારા મોટી રકમ વસૂલી ને વ્હોટ્સએપ પર મુસાફરોને પીઆરએસ ટિકિટ અથવા ઇ-ટિકિટનો ફોટો મોકલવાનું  કૌભાંડ બહાર આવ્યું છે. આ સંદર્ભમાં, કાળા બજારી કરી રહેલા દલાલો ને પકડવા પત્રાચાર કરીને સ્થાનિક રેલ્વે સુરક્ષા દળ અને રાજકીય રેલ્વે પોલીસ ને જાણ કરવામાં આવી હતી અને ઉપરોક્ત ટ્રેન જ્યાંથી ચાલે છે ત્યાંથી  પૂર્વોત્તર ના મુખ્ય મથકો અને મંડળ માં પણ જાણ કરવામાં આવી હતી.  અને ઝડપી કાર્યવાહી કરીને આ ગોરખ ધંધા પર કાબૂ મેળવવા માં આવ્યો હતો.

     વરિષ્ઠ મંડળ વાણિજય પ્રબંધક  શ્રી રવિન્દ્ર શ્રીવાસ્તવ ની દેખરેખ હેઠળ પ્રાપ્ત માહિતીનું વિશ્લેષણ કર્યા પછી, પૂર્વોત્તર થી આવનારી ટ્રેનો માં રેલવે માં કાળાબજારી ના આ પ્રકરણ ને સર્વ પ્રથમ ઉજાગર કરીને  મંડળ નું નામ રોશન કરનારા  અમદાવાદ મંડળ ના ટિકિટ ચેકીંગ કર્મચારી શ્રી નીરજ મહેતા, શ્રી મનોજ શર્મા અને શ્રી વિનોદ વાણીયા ને મંડળ રેલ પ્રબંધક દ્વારા રોકડ પુરસ્કાર અને પ્રશંસાપત્ર આપવાની જાહેરાત કરી છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM