ખેલ મહાકુંભમાં વડોદરાના બેડમિંટન ખેલાડીઓ રાજ્યસ્તરે વિજેતા…

રિપોર્ટ : ચિરાગ પાન્ડેય -વડોદરા

તાજેતરમાં ૧૧ માં ખેલ મહાકુંભ ની રાજ્યસ્તરની રમતો વડોદરામાં રમાઈ જેમાં શહેરના કિશોરો એ જ્વલંત સફળતા મેળવી છે. અંડર ૧૪ ની હરીફાઈઓ માં ટીમ ઇવેન્ટ નો ગોલ્ડ મેડલ અને વ્યક્તિગત સ્પર્ધાનો સિલ્વર મેડલ વડોદરાના કિશોર ખેલાડીઓ એ મેળવ્યો છે.આ અંગે જાણકારી આપતાં જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી જયેશ ભાલાવાલાએ જણાવ્યું કે એસ.એ.જી.સંચાલિત વાઘોડિયા રોડ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના યજમાન પદે આ રાજ્ય કક્ષાની અંતિમ સ્પર્ધાઓ રમાઈ હતી.જેમાં ઊર્મિ સ્કૂલના નવમા ધોરણમાં ભણતા બેડમિંટન ખેલાડીઓ ની ટીમે ટીમ રમતોમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો.જ્યારે તેની વ્યક્તિગત સ્પર્ધામાં શહેરના પરીન ઠાકરે સિલ્વર મેડલ જીત્યો હતો. અગાઉ છોકરીઓની ટીમે પણ ઉજ્જવળ સફળતા મેળવી હતી.આ ખેલાડીઓને બેડમિંટન કોચ તરીકે જયેશભાઈ ભાલાવાલાએ તાલીમ આપી હતી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *