




પોલીસ સ્ટેશનની બહાર હરિયાળી માટે વૃક્ષારોપણ કરાયું
રોટરી ક્લબ ઓફ વલસાડ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જલારામ મંદિર રોડને ગ્રીન ઝોન બનાવવા માટે વિવિધ કૂંડાઓમાં ટ્રી પ્લાન્ટ કરવામાં આવ્યું હતું. સિટી પીઆઇ શ્રી દિપકભાઈ ઢોલ સાથે મળીને પોલીસ સ્ટેશનની બહાર બોગનવેલ અને વિવિધ ફૂલો દ્વારા હરિયાળી જળવાઈ રહે તે માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતો. હોમગાર્ડ્સ ઓફિસ પાસે મહેશભાઈ આચાર્ય અને મૌલિકભાઈની હાજરીમાં ટ્રી પ્લાન્ટ કરાયું હતું. આ સમગ્ર પ્રોજેક્ટના ચેરમેન તરીકે નગરપાલિકાના સિટી એન્જિનિયર રો. હિતેશ પટેલ દ્વારા વ્યવસ્થા કરાઈ હતી. રોટરી દ્વારા પર્યાવરણ બચાવવાનો સંદેશ અપાયો હતો. આ પ્રસંગે રોટરી ક્લબના પ્રમુખ રો. દીપેશ શાહ દ્વારા પર્યાવરણ દિવસ માત્ર એક દિવસ માટે નહિ પરંતુ સમગ્ર વર્ષ દરમ્યાન ઉજવણી કરવાનો વિષય છે એ જણાવવામાં આવ્યું હતું. અને હજી વધુ વૃક્ષો વાવવાનો આગ્રહ સમગ્ર વલસાડની જનતાને કર્યો હતો.

