
જનજાતીય ગૌરવ દિવસ અને આદિવાસી સમાજના મહાન નાયક ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે બારડોલી તાલુકાના નાંદીડા ગામ ખાતે ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમારે ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમા તેમજ આસપાસના પરિસરની સાફ-સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.આ અવસરે બારડોલી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી નીલમબેન વ્યાસ, બારડોલી નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી મિલનભાઈ પલસાણા, બારડોલી મામલતદારશ્રી તેમજ તાલુકા વિકાસ અધિકારી સહિત વહીવટી તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનોએ ઉત્સાહપૂર્વક જોડાઈને પ્રતિમાની સફાઈમાં સહયોગ આપ્યો હતો. આ અવસરે ઉપસ્થિત મહાનુભાવોએ ભગવાન બિરસા મુંડાના દેશ અને સમાજ પ્રત્યેના યોગદાનને યાદ કરી જનજાતીય ગૌરવ દિવસની શુભકામનાઓ પાઠવી હતી.
રિપોર્ટ ,મયુર પટેલ