વ્યારા નગર ખાતે તાપી જિલ્લા ભારતીય જનતા યુવા મોરચાની બૃહદ કારોબારી બેઠક સંપન્ન

વ્યારા નગર ખાતે ભારતીય જનતા યુવા મોરચા (BJYM) તાપી જિલ્લાની બૃહદ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં આગામી સમયમાં યોજાનાર વિવિધ સંગઠનાત્મક કાર્યક્રમો, અભિયાનો અને યુવા મોરચાની આગામી કામગીરીની રૂપરેખા અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
વ્યારા ખાતે યોજાયેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત પ્રદેશ મહામંત્રી ડૉ. ભાવિનભાઈ શિરોયા, ભારતીય જનતા પાર્ટી તાપી જિલ્લાના મહામંત્રી શ્રી મૃણાલભાઈ જોશી, ભારતીય જનતા યુવા મોરચા તાપી જિલ્લા પ્રભારી શ્રી હર્ષલસિંહ સિસોદિયા તેમજ ભારતીય જનતા યુવા મોરચા તાપી જિલ્લા પ્રમુખ શ્રી વિશાલભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ મહાનુભાવોએ સંગઠનની મજબૂતી અને આગામી કાર્યક્રમોની સફળતા માટે કાર્યકર્તાઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ પ્રસંગે તાપી જિલ્લા યુવા મોરચાના હોદ્દેદારો તેમજ જિલ્લાના તમામ મંડળોના યુવા મોરચાના પ્રમુખ-મહામંત્રી સહિતના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *