






અમદાવાદ જિલ્લાનાં સીટી ગ્રામ્ય ઘટકના જાણુ ગામ ખાતે icds અમદાવાદ દ્વારા પૂર્ણા યોજના અંતર્ગત સખી અને સહ સખી સંમેલનનું આયોજન આજરોજ કરવામાં આવ્યું હતું. જેમાં જાણુ, કુબડથલ , લાલપુર , કણભા ,કુજાડ મોલડી ગામમાંથી ૫૭ જેટલી કિશોરીઓ હાજર રહ્યા હતા. ઉપસ્થિત તમામ કિશોરીઓનુ વજન, ઉંચાઇ માપવામાં આવ્યું હતુ તથા દરેક કિશોરીઓને હાઈજેનિક કીટ આપવામાં આવી હતી. હાજર તજજ્ઞો દ્વારા કિશોરીઓ અને આંગણવાડીના બહેનોને પૂર્ણા યોજનાની કામગીરી વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ પોષણ જાગૃતિ અંતર્ગત સાપસીડી અને પગલાની રમત દ્વારા જીવન કૌશલ્ય વિશે સમજણ પૂરી પાડવામાં આવી હતી, તદુપરાંત આંગણવાડીના બહેનો દ્વારા વાનગી સ્પર્ધા હેઠળ પ્રદર્શન અને નિદર્શન પણ રાખવામાં આવ્યું હતું તેમાં ઉત્કૃષ્ટ વાનગી બનાવનારને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતા તથા કિશોરીઓને પણ ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આઈસીડીએસ શાખા જિલ્લા પંચાયત અમદાવાદના પ્રોગ્રામ ઓફિસર પારુલબેન નાયક, સરપંચશ્રીઓ, ઉપસરપંચશ્રીઓ, કણભા PSI, અભયમ 181 ના સ્ટાફ બહેનો, બેંક મેનેજરશ્રી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ અને આંગણવાડીની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

