હિંમતનગર ખાતે વીજ સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે બાળકો માટે ચિત્ર સ્પર્ધા યોજાઇ

રિપોર્ટ ઈકબાલ મેમણ સાબરકાંઠા
રિપોર્ટ યુનુસ મેમણ સાબરકાંઠા

ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા ૧ જૂન ૨૦૨૨ થી ૭ જૂન ૨૦૨૨ દરમિયાન વીજ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં હતી. વીજ સલામતી સપ્તાહની ઉજવણી દરમિયાન યુ.જી.વી.સી.એલ દ્વારા વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી હતી. જેમાં વીજ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે યુ.જી.વી.સી.એલ વર્તુળ કચેરી હિંમતનગર દ્વારા યુ.જી.વી.સી.એલના કર્મચારીઓના બાળકો માટે યુ.જી.વી.સી.એલ ટ્રેનિંગ સેન્ટર મોતીપુરા ખાતે ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં ધોરણ ૧ થી ૧૨ ના કુલ ૪૩ બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ વીજ સલામતી અંગેના ખુબ સરસ ચિત્ર દોરેલ હતા. ચિત્ર સ્પર્ધા પુર્ણ થતા તેમાં દરેક બાળકોને અધિક્ષક ઇજનેરશ્રી પી.સી શાહ તથા કાર્યપાલક ઇજનેરશ્રી એચ.જે જોષી દ્વારા ઇનામો આપવામાં આવ્યા. આ કાર્યક્રમના અંતે બાળકો તથા તેમના વાલીઓને વીજ સલામતી અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *