શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા , ઝોન મહામંત્રી કે.સી. પટેલ , પ્રદેશ મંત્રી પ્રદિપસિંહ વાઘેલાનો છેલ્લા બે દિવસથી અબડાસામાં અવિરત લોકસંપર્ક
અબડાસા મત વિસ્તારની પેટા ચુંટણીને આડે હવે જૂજ દિવસો બચ્યા છે ત્યારે ભારતીય જનતા પક્ષ દ્વારા વિધાનસભા ચૂંટણી અંતર્ગત પ્રાદેશિક નેતાગીરી , સ્થાનિક નેતૃત્વ તેમજ પાયા સ્તરના કાર્યકરોના ત્રેવડા સમન્વય સાથે પ્રચાર ઝુંબેશ વેગવંતી બનાવવામાં આવી છે . અબડાસા મત વિસ્તારમાં ગામે ગામના મતદારોમાં ભાજપ તરફી સ્પષ્ટ ઝોક દેખાઈ રહયો છે અને અબડાસાની જનતા આ વખતે ભાજપની વિચાર અને વિકાસધારા સાથે કદમ મિલાવવા પૂર્ણપણે આતુર હોવાનું જણાઈ રહયું છે . છેલ્લા બે દિવસ દરમ્યાન અબડાસાની ચૂંટણી અંતર્ગત જેમને સવિશેષ જવાબદારી સોંપવામાં આવી છે એવા રાજયના શિક્ષણમંત્રી અને પીઢ નેતા શ્રી ભૂપેન્દ્રસિંહ જાડેજા , ઝોન મહામંત્રી કે.સી. પટેલ તેમજ પ્રદેશ મંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ બહુવિધ કાર્યક્રમોમાં હાજરી આપીને વિવિધ સમાજના સ્થાનિક આગેવાનો , વિવિધ વ્યાપારી મંડળો તેમજ કિસાનો અને ધર્મગુરૂઓ સાથે જુદી જુદી બેઠકો યોજીને અબડાસા મત વિસ્તારમાં પક્ષની વાતને બુલંદ સ્વરૂપે રજૂ કરી હતી . શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સૌ પ્રથમ ધનાવાડા ખાતે વાડી વિસ્તારમાં કિસાનો સાથે ખાટલા બેઠક યોજીને ત્યાર બાદ કોઠારામાં વેપારી મંડળ સાથે બેઠક , સુમરી ડાડી ( અબડાસા ) માં સ્થાનિક આગેવાનો સાથે મુલાકાત , સારણ ( લખપત ) ખાતે રબારી સમાજના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત યોજી હતી . આજ રોજ સવારે સાંયરા ( નખત્રાણા ) મધ્યે દલિત સંમેલનમાં પણ વિશેષપણે હાજરી આપી હતી . શ્રી ચુડાસમાએ જણાવ્યું હતું કે , રાજય વિધાનસભાની એક નંબરની બેઠક અબડાસા આ વખતે તેની નો રીપીટની પરંપરાને તોડીને ભાજપ તરફી ઉમેદવારને વિજયી બનાવીને સમગ્ર રાજયમાં દૃષ્ટાંત પુરુ પાડશે તેમાં કોઈ બેમત નથી . અબડાસાની પ્રજા કેન્દ્રમાં શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજયમાં શ્રી વિજયભાઈ રૂપાણીની સરકારોએ આલેખેલી વિકાસયાત્રામાં વિશ્વાસ દાખવીને ભાજપને જવલંત વિજય પ્રદાન કરશે . ઝોન મહામંત્રી શ્રી કે.સી. પટેલે મંગવાણા , સાંયરા , ધાવડા , મથલ , ર્વિગોડી , સારણ ( લખપત ) , ગોધયાર , બિબર , નિરોણા સહિતના અબડાસા મત વિસ્તારમાં બે દિવસના ઝંઝાવાતી પ્રવાસ દરમ્યાન વિવિધ બેઠકો અને સંમેલનો સંબોધ્યા હતા અને ભારતીય જનતા પક્ષની વાતને પ્રજા સમક્ષ મુકી હતી . શ્રી કે.સી.પટેલે જણાવ્યું હતું કે , ભાજપ કોઈ ચુંટણી લક્ષી રાજનીતીમાં નહીં પરંતુ વિકાસની વિચારધારાને વરેલો રાષ્ટ્રવાદી પક્ષ છે . ભાજપની પ્રણાલી અને પ્રકૃતિ સાથે સેવા અને વિકાસ ભારો ભાર વણાયેલા છે જે બાબતથી અબડાસાની સાણી અને સમજુ પ્રજા સુપેરે વાકેફ છે . ઉપરોકત પૈકીના વિવિધ પ્રવાસોમાં સાથે જોડ કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે , કચ્છ જિલ્લા ભાજપ સંગઠનની મહિનાઓની અથાક મહેનત , પક્ષની સંઘ ભાવના તેમજ વિકાસની રાજનીતીના સહારે આગામી પેટા ચુંટણીમાં ભાજપની ઝોળીમાં અબડાસાની જનતા ઝળહળતો વિજય મુકશે એ નિઃસંદેહ બાબત છે . ઉપરોકત બેઠકોમાં રાજયમંત્રી શ્રી વાસણભાઈ આહિર તેમજ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા પણ જોડાયા હતા અને તેઓએ પણ વિવિધ બેઠકોમાં સંબોધન કરીને સરકારના વિકાસ કાર્યોનો ચિતાર રજૂ કરર્યો હતો અને વિકાસ અને રાષ્ટ્રવાદના પરિબળો થકી ભારતીય જનતા પક્ષ આ બેઠક અંકે કરશે એવો પૂર્ણ વિશ્વાસ વ્યકત કર્યો હતો . આ પ્રવાસ દરમ્યાન ધારાસભ્યો ડો . નિમાબેન આચાર્ય , વિરેન્દ્રસિંહ જાડેજા , માલતીબેન મહેશ્વરી , જિલ્લા ભાજપ મહામંત્રીઓ અનિરૂધ્ધભાઈ દવે , વલ્લમજીભાઈ હુંબલ , શૈલેન્દ્રસિંહ જાડેજા , પ્રદેશ માલધારી સેલના અરજણભાઈ રબારી , ત્રિકમભાઈ છાંગા , કૌશલ્યાબેન માધાપરીયા , ભીમજીભાઈ જોધાણી , વિકાસભાઈ રાજગોર સહિત નખત્રાણા , અબડાસા તાલુકાના સંગઠનના હોદેદારો , ચુંટાયેલા પ્રતિનિધીઓ , સેલ / મોરચાના હોદેદારો ઉપસ્થિત રહયા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડીયા સહ ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું .



