જિલ્લા ભાજપની કાર્યકર્તા બેઠક યોજાઈ

ચુંટણી અગાઉ કોંગ્રેસના ગઢના કાંગરા ખેરવ્યા

અબડાસા વિધાનસભા પેટા ચુંટણી અગાઉ ડ્યૂહાત્મક રણનીતી નિશ્વિત કરાઈ

ભુજ ખાતે કચ્છ જિલ્લા ભાજપના કાર્યકર બેઠક દરમ્યાન અબડાસા વિધાનસભા પેટા ચુંટણી અગાઉ કચ્છ કોગ્રેસના ગઢના અડીખમ કાંગરા ખરી પડતા કોંગ્રેસને ભારે ફટકો પહોંચ્યો છે . લખપતના યુવાન અને તરવરીયા નેતા એવા પાન્દો જિલ્લા પંચાયતના સભ્ય હઠુભા સરૂપાજી સોઢા તેમજ નિરોણા જિલ્લા પંચાયતના સભ્ય ખમાબા કિશોરસિંહ જાડેજા સહિતના અનેક કોંગ્રેસી કાર્યકર્તાઓ આજરોજ યોજાયેલી કાર્યકર બેઠકમાં શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા , ઝોન મહામંત્રી શ્રી કે.સી. પટેલ , પ્રદેશ મંત્રી શ્રી પ્રદિપસિંહ વાઘેલા તેમજ સ્થાનિક નેતાઓની ઉપસ્થિતીમાં કોંગ્રેસની દંભી અને વિકાસ વિહોણી વિચારધારાથી વાજ આવીને કોંગ્રેસને અલવિદા કરીને આજરોજ ભારતીય જનતા પક્ષમાં જોડાયા હતા . જે ચુંટણી અગાઉની કોંગ્રેસની પ્રથમ હારની શરૂઆત રૂપ ગણી શકાય . આ બંને અગ્રણીઓની સાથે સાથે વિવિધ ગામના સરપંચો , માજી સરપંચો , ક્ષત્રિય , ગઢવી , પાટીદાર સમાજના વિવિધ અગ્રણીઓ તેમજ પશ્ચિમ કચ્છ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોશીએસનના સભ્યો સહિત ૭૦ જેટલા કોંગ્રેસી સભ્યો કોંગ્રેસથી છેડો ફાડીને ભાજપમાં જોડાયા હતા જે પેટા ચૂંટણી અગાઉ કચ્છ કોંગ્રેસ માટે વજાઘાત સાબિત થશે . દિપ પ્રાગટય બાદ સ્વાગત પ્રવચન કરતા જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે , અબડાસાની જનતાના હિત અને વિકાસને કેન્દ્રસ્થાને રાખીને કોગ્રેસ છોડીને ભારતીય જનતા પક્ષ સાથે જોડાયેલા પ્રદ્યુમનસિંહ જાડેજાને અબડાસાની જનતા પુનઃ એક વખત પ્રચંડ વિજય અપાવશે અને ભાજપના સુશાસનની વિચારધારાને સમર્થન આપશે . ઝોન મહામંત્રી શ્રી કે.સી. પટેલે જણાવ્યું હતું કે , કચ્છ ભાજપના કાર્યકરો દ્વારા અબડાસા મત વિસ્તારમાં ૩૨ હજાર જેટલા પેજ કમીટીના કાર્ડ વિતરણ કરીને ખૂબ નેત્ર દિપક કામગીરી બજાવી છે જેની નોંધ અને દુર્ણત પ્રદેશ સ્તરે પણ લેવાઈ રહી છે . આ કોરોના કાળમાં ચુંટણી અગાઉની પરંપરાગત ચૂંટણીઓ કરતા સંપૂર્ણ અલગ ઢબે યૂહાત્મક રીતે લડવી પડશે . શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે , કોંગ્રેસની બેધારી નીતીથી થાકેલા સેવાભાવી અગ્રણીઓ આજે જયારે ભાજપમાં જોડાયા છે ત્યારે પક્ષના પરિવારમાં આજે વધારો થયો છે . વધુમાં તેઓએ જણાવ્યું હતું કે , વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જેવા વિકાસ પુરૂષના સમકાલીન સમયમાં વિવિધ સ્તરે રહીને પક્ષની જવાબદારી સંભાળવી એ સૌભાગ્યની બાબત છે . આવનારા દિવસોમાં પક્ષના અનેક સમર્પિત કાર્યકરો પરિશ્રમની પરાકાષ્ટા વડે આ બેઠક પર ભવ્ય વિજય મેળવીને જ જંપશે એ બિલકુલ નિશ્વિત બાબત છે . આ બેઠકમાં રાજયમંત્રી વાસણભાઈ આહિર , સાંસદ વિનોદભાઈ ચાવડા , ધારાસભ્યો ડો . નિમાબેન આચાર્ય , વિરેન્દ્રસિંહ જાડેજા , માલતીબેન મહેશ્વરી , પ્રદ્યુમનસિંહ જાડેજા , પૂર્વ સાંસદ પૂનમબેન જાટ , પૂર્વ ધારાસભ્યો પંકજભાઈ મહેતા , રમેશભાઈ મહેશ્વરી , જિલ્લા ભાજપ મહામંત્રીઓ અનિરૂધ્ધભાઈ દવે , વલ્લમજીભાઈ હુંબલ , શૈલેન્દ્રસિંહ જાડેજા , પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઈ ત્રિવેદી , અરજણભાઈ રબારી , અબડાસા વિધાનસભા પેટા ચુંટણી ઈન્ચાર્જ જયસુખભાઈ પટેલ , પ્રવિણસિંહ વાઢેર તથા અબડાસા વિધાનસભામાં આવતા મંડલોના સંગઠનના હોદેદારો , સેલ / મોરચાના હોદેદારો , ચુંટાયેલા પ્રતિનિધીઓ ઉપસ્થિત રહયા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડીયા સહ ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું .

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM