






અરવિંદ ગાંધી મહેસાણા
મહેસાણા શહેર ગુરુ બ્રાહ્મણ સમાજ આયોજિત ગંગા સ્વરૂપ માતાઓ અને બહેનો નો સન્માન કાર્યક્રમ ડો.બાબા આંબેડકર ભવન મહેસાણા યોજાયો હતો. ડો.આંબેડકર હોલ મહિલાઓ થી ખીચોખીચ ભરાઈ ગયો હતો મહિલાઓનું શાલ થી સ્વાગત કર્યું હતું.અને સાડી,અને તાસ ભેટ આપવામાં આવી હતી અને દાતાઓને પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ ગુજરાત રાજ્યના મંત્રી શ્રી ઈશ્વરભાઈ મકવાણા,ડો આંબેડકર અંત્યોદય નિગમ ના પૂર્વ ચેરમેન શ્રી પ્રવીણભાઈ પંડ્યા,બ્લીસ વોટર પાર્ક ના માલિક મનુભાઈ પટેલ ચોકસી,નાયબ માહિતી નિયામક શ્રી ભાનુભાઈ દવે શ્રીબજરંગ આશ્રમ ના સુખદેવ બાપુ,રણજીતસિંહ ઠાકોર પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત મહેસાણા,મંગલમ આશ્રમ શાળા ના પ્રમુખ શ્રી અરવિંદભાઈ ચોરસિયા,પ્રવીણભાઈ પંડ્યા હિસાબી અધિકારી ગાંધીનગર, ખેમચંદભાઈ સાધુ નિવૃત એક્ઝિક્યુટિવ મામલતદાર, નિરાધાર સેવા ટ્રસ્ટ ના પ્રમુખ જગાજી ઠાકોર,આ સર્વે મહેમાનોનું સાલ ફુલહાર,અને પરિચય પુસ્તિકાથી સ્વાગત કર્યું હતું. સ્વાગત પ્રવચન અરવિંદભાઈ ગાંધી એ ઉષ્માભેર આવકાર આપ્યો હતો. આશીર્વચન સુખદેવબાપુ બજરંગ આશ્રમ એ આપ્યા હતા. સમગ્ર કાર્યકમ નું સંચાલન નિલેશભાઈ શ્રીમાળી એ કર્યું હતું. આ પ્રસંગે ઇન્દ્રવદનભાઈ પંડ્યા,જયદીપભાઈ વ્યાસ,સતિષભાઈ શ્રીમાળી,હિતેશભાઈ શ્રીમાળી,બહારથી આવેલ સંસ્થા ના હોદ્દેદાર શ્રીઓ,અગ્રણીઓ નું સાલ થી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યકમ માં સમાજ ના આગેવાનો શ્રી ભક્તિભાઈ શ્રીમાળી,બીપીનભાઈ શ્રીમાળી,પી.કે.શ્રીમાળી,પી.એમ.શ્રીમાળી,આચાર્ય મહેશભાઈ શાસ્ત્રીજી,સમાજ આગેવાનો નું આગેવાનો નું સાલ થી સમ્માન કરવામાં આવ્યું હતું. મહેસાણા શહેર ગુરુ બ્રાહ્મણ સમાજ ટીમ ના હર્ષદભાઈશ્રીમાળી,રાજુભાઇ શ્રીમાળી,જયેશભાઇ શ્રીમાળી,ઉપેન્દ્રભાઈ રાહી, સૌરભભાઈ શ્રીમાળી,અલ્પેશભાઈ શ્રીમાળી,ગણપતભાઈ પંડ્યા,વિનયચંદ્ર સાધુ,અને મહિલા ટીમમાં ઊર્મિલાબેન શ્રીમાળી,ધર્મિષ્ઠાબેન શ્રીમાળી,દક્ષાબેન શ્રીમાળી,નિલુબેન શ્રીમાળી,રેખાબેન પંડ્યા,આ સર્વે ટીમ ના હોદ્દેદારોએ રાત દિવસ મહેનત કરી આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો . આભાર વિધિ જયેશભાઇ શ્રીમાળી એ કરી હતી.

