1000 થી પણ વધારે લોહી ની બોટલ નું દાન કરાવી પિતાજી ને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી

રિપોર્ટ જીગર કોટક
બનાસકાંઠા જીલ્લાના હિતેશ ભાઇ ચૌધરી (કુષ્કલ) જેમાંના પિતાશ્રી સ્વ. નાનજીભાઈ નું ગઈ ઍક વર્ષ પહેલાં અવસાન થયુ હતું જેઓ ની પુણ્યતિથિ નિમિત્તે એમના દીકરા હિતેશ ભાઇ દ્રારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરેલું જેમાં દાતા ઓ દ્રારા 1000 થી પણ વધારે બોટલો નુ દાન કરી સમાજ માં એક ઉદાહરણ ને પાત્ર કામ કરી નવી રાહ ચીંધી છે આમ તો હિતેશ ભાઈ નું નામ બનાસ કાંઠા જીલ્લા માં સેવા ભાવી વ્યકિત તરીકે મોખરે છે જેઓ દ્રારા કોરોના કાળ દરમિયાન લોક ડાઉન માં સતત ઘણા દિવસો સુધી રસોડું ચાલુ રાખી લોકો ને જમવા ની સુંદર વ્યવસ્થા કરી હતી કોરોના ની બીજી લહેર માં લોકો ને ઓક્સિજેન દવા દવાખાના ની વ્યવસ્થા જેવી પોતાની એક ટીમ covide ૧૯ બનાવી ને સતત મદદ મળી રહે એવી પણ વ્યવસ્થા કરી હતી હિતેશ ભાઇ તથા એમની ટીમ સતત લોકો વચ્ચે રહી લોકો ની મદદ કરવા માટે હંમેશા હાજર હોય છે તેઓ ની ટીમ દ્વારા ગત વર્ષ માં બનાસકાંઠા જીલ્લા માં અલગ અલગ જગ્યા એ બ્લડ ડોનેશન કેમ્પ યોજી ને 1500 ઉપરાંત બોટલ ભેગી કરેલી હિતેશ ભાઈ ના સમર્થકો હિતેશ ભાઈ ની ઍક હાકલ પર લોક સેવા માં તત્પર હોય છે તેઓ ની સેવા ટીમ બહુ મોટી છે જેની કોઈ સરહદ નથી કેમ કે તેઓ ના સમર્થકો અને ટીમ પૂરા ભારત વર્ષ માં ફેલાયેલી છે તેઓ દ્રારા ગત તા.11/6/2022નાં રોજ ચડોતર મુકામે યોજાયેલ કેમ્પ માં કોઈ ને પણ આમંત્રણ રૂબરૂ આપેલ નતું માત્ર એક નાનકડા મેસેજ થી જ જાણ કરેલ છતા પણ અભૂતપૂર્વ પ્રતિસાદ મળેલો એનું કારણ એમની લોકપ્રિયતા છે પોતે પાલનપુર ની બાજુ નાં નાનકડા ગામ કુશકલ નાં રહેવાસી છે અને ખેતી નાં વ્યવસાય સાથે સંકળાયેલા છે તેઓ ને અઘિકારી થી માંડી ને રાજકીય નેતાઓ પણ આદર્શ માને છે એમના આ કેમ્પ માં અનેક અઘિકારી પદાધિકારી રાજકીય નેતા ઓ તથા ધારાસભ્ય સરકાર નાં મંત્રી પણ ઉપસ્થિત રહી એમના આ કાર્યક્રમ ને બિરદાવ્યો હતોહિતેશ ભાઇ નાં પિતાજી ની પુણ્યતિથિ નિમિત્તે તેઓ દ્રારા બ્લડ ડોનેશન કેમ્પ સાથે આવનાર દરેક દાતા તથા શુભેચ્છકો માટે ભોજન ની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી ધન્ય છે હિતેશ ભાઇ ને કે તેઓ સેવા થકી દુનિયા માં માનવ ધર્મ નિભાવી મનુષ્ય અવતાર નું ઋણ ચૂકવવાનો ઍક પણ મોકો દિવસ રાત જોયા વગર જવાદેતા નથી સ્વ. નાનજી ભાઇ ચૌધરી ની પુણ્ય તિથી નિમિત્તે કમલમ પરીવાર એમને પ્રભુ નેપ્રાથનાકરી શ્રધાંજલિ પાઠવે

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM