સુરત મહાનગરપાલિકાના સરથાણા , નેચરપાર્ક ( પ્રાણી સંગ્રહાલય ) ખાતે સિંહણ નામે વસુધાએ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો .

સુરત મહાનગરપાલિકાના ર્ડા . શ્યામાપ્રસાદ મુર્ખજી ઝુલોજીકલ ગાર્ડન , સરથાણા , નેચરપાર્ક ( પ્રાણીસંગ્રહાલય ) માં તા .૩૦૦૫ ૨૦૨૨ ને સોમવારના રોજ બપોરે ૦૩-૩૦ કલાકે સિંહણ નામે વસુધાને પ્રસવ પીડા થતા બપોરે ૦૩-૩૦ કલાકથી રાત્રિના ૧૧-૩૦ કલાક દરમ્યાન ૦૩ ( ત્રણ ) બચ્ચાઓને જન્મ આપેલ છે . આ વસુધા સિંહલને નર આર્ય સાથે તા .૦૭ / ૧૧ / ૨૦૨૦ ના રોજ જંગલ સફારી , નયા રાયપુર ઝુ માંથી નેચ ૨ પાર્ક ખાતેથી મેળવવામાં આવેલ હતા . નૈચરપાર્કના પશુ તબીબી અધિકારી અને ઈ . ચા . ઝુ સુપ્રિન્ટેન્ડન્ટ અને અન્ય સુપરવાઈઝરી સ્ટાફ દ્વારા સિંહણ વસુધા અને તેના ત્રણ બચ્ચાઓનું CCTV કેમેરાની મદદથી ધનિષ્ઠ મોનીટરીંગ દેખરેખ કરવામાં આવી રહેલ છે . આઠ વર્ષની ઉંમર ધરાવતી વસુધા સિંહણની આખી પ્રસુતિ પ્રક્રિયા ૦૮ ક્લાક સુધી ચાલી હતી જેનું નેચરપાર્કના અધિકારીઓ – કર્મચારીઓએ CCTV કેમેરા દ્વારા મૌનીટરીંગ કરવામાં આવેલ . ઝુ ના પશુ તબીબી અધિકારી દ્વારા નવા જન્મેલ બચ્ચાઓ પ્રતિ સિંહણ કઈ રીતનું વર્તન અપનાવે છે તેનું સતત દેખરેખ રાખી રહેલ છે અને આ વસુધા સિંહલની દેખરેખ જ બચ્ચાઓના ભવિષ્યની તંદુરસ્તી અને જીવનકાળ નકકી કરશે . હલ તમામ બચ્ચાને માદા સહિત CCTV કેમેરાની સતત દેખરેખ હેઠળ રાખવામાં આવેલ છે . તથા તમામ બચ્ચાઓનો વિકાસ સામાન્ય હોવાનું જણાય છે . વધુમાં તમામ બચ્ચાઓનું ત્રણ માસે વેકસીનેશન થયા બાદ જાહેર જનતાના પ્રદર્શન માટે ખુલ્લા મુકવામાં આવશે . જે મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે . જે ઝુ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા એક અખબાર યાદીમાં જણાવે છે .

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM