લંડન ખાતે યોજાયેલ ગીતા રબારી ના લોક ડાયરા ની જમાવટ વચ્ચે ડોલર અને પાઉન્ડ નો વરસાદ…

વિદેશોમાં વસ્તા ગુજરાતીઓ માં વિકેન્ડ એટલે મોજ ના બે દિવસો શનિ – રવિ, તેમાંય કોઈ સરસ ગુજરાતી કલાકાર નો પોગ્રામ હોય તો મોજ પડી જાય… આજરોજ લંડન માં ગુજરાત ની લોકગાયિકા અને ગુજરાત નું ઘરેણું ગીતાબેન રબારી ના પોગ્રામ ને લઈ ને લોકો ઉત્કૃષ્ટ હતા, હાઉસ ફૂલ શો ની વચ્ચે પોગ્રામ સ્થળ પર લોકો ટિકિટો માટે પાછા જતા જોવા મળ્યા હતા, સરસ આયોજન વચ્ચે રાત્રી ના સમયે હોલ માં જેવી ગીતા રબારી ની એન્ટ્રી થતાં ઉપસ્થિત જન મેદની
તેમજ આયોજક લોકોએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું ગીતાબેન સાથે સાથી કલાકારો માં રાજભા ગઢવી, જીજ્ઞેશ કવિરાજ તેમજ કલ્પેશ મારવાડા જોડાયા હતા. પચાસ કરોડ થી પણ વધારે ચાહક વર્ગ આ લોકો ગાયિકા એ જ્યારે ગુજરાતી ગીતો અને ભજન ની રમઝટ ની બોલાવી ત્યારે પ્રેક્ષકો ને પોતાના દેશ અને વતન ની યાદ આવી જતાં ડોલર અને પાઉન્ડ નો જાણે વરસાદ થયો હોય તેમ પ્રેક્ષકો એ ડોલર અને પાઉન્ડ ગીતાબેન અને રાજભા ગઢવી પર ઉડાડ્યા હતા.. ગીતાબેને જણાવ્યું હતું કે આજપણ વિદેશો માં રહી ને ભારતીય કલા અને સંસ્કૃતિ ના કદરદાન વ્યક્તિઓ એ ભારત ની સાચી ઓળખ છે. મોડી રાત સુધી ચાલેલ આ લોકડાયરા નું સમાપન નમસ્તે ઇન્ડીયા સાથે કરવામાં આવેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *