નાણા, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઇ દેસાઈ કેન્દ્ર સરકારની ફ્લેગશીપ યોજના અંતર્ગત કાર્યક્રમમાં હાજરી આપશે

૪૭ ગ્રામપંચાયતોને ૨.૭૮ કરોડના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન માટે વાહનોની ફાળવણી 

નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને આજે તા.૧૫મી જૂનના રોજ વલસાડ જિલ્લાના વલસાડ તાલુકાના સ્વામિનારાયણ મંદિર, તિથલના પટાંગણમાં કેન્દ્ર સરકારની ૮ વર્ષની ઉપલબ્ધિઓ, ગરીબ કલ્યાણ અને સેવા સુશાસન અંતર્ગત કેન્દ્ર સરકારની ફ્લેગશીપ યોજના અન્વયે કાર્યક્રમ યોજાશે.

         આ કાર્યક્રમમાં મંત્રીશ્રી કેન્દ્ર સરકારની ફ્લેગશીપ યોજનાના લભાર્થીઓને લાભો એનાયત કરશે. તેમજ મંત્રીશ્રી જિલ્લાની ૪૭ ગ્રામ પંચાયતો માટે 15માં નાણાંપંચની જિલ્લા અને તાલુકા કક્ષાની ગ્રાંટમાંથી ૨.૭૮ કરોડની કિંમતની ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન ગાડીઓને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. ઈ-વિહીકલ અને છોટા હાથી ટેમ્પો આ ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન ગાડીઓ તરીકે કામગીરી કરશે.

        મંત્રીશ્રી જિલ્લાના 3 ગ્રામ સખી સંઘોને કુલ રૂ.૨૧ લાખ અને ૫(પાંચ) સ્વ સહાય જૂથોને રૂ.૧.૫ લાખના ચેકોનું વિતરણ કરશે.      

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *