સદ્દભાવ યુવા વિકાસ ટ્રસ્ટ,કલ્યાણા દ્વારા શાળા પ્રવેશોત્સવ નિમિત્તે બેગ તથા શૈક્ષણિક કીટ નું વિતરણ કરાયું.

આનંદ ઠકકર ડીસા

આજ રોજ કલ્યાણા પટેલ બબા ભાઈ તળશી ભાઈ પ્રાથમિક શાળા માં શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો હતો. જેમાં શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૨ કાર્યકમ નિમિત્તે જેઓ જીવનમાં શિક્ષણ નું પ્રથમ સોપાન કંડારવા જઈ રહ્યા છે. તેવા ધોરણ – ૧ માં પ્રવેશ મેળવતા તમામ બાળકોને સદ્દભાવ સંસ્થા તરફથી બેગ સાથે તમામ શૈક્ષણિક કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે શાળા ના મુખ્ય શિક્ષકશ્રી કનુજી .એસ વાઘેલા દ્વારા સંસ્થાના પ્રમુખશ્રી ,મહામંત્રી શ્રી નું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું..આ કાર્યકમમાં પાટણ જિલ્લાના કલેકટરશ્રી ગુલાટી સાહેબ,સિદ્ધપુર પ્રાંત અધિકારીશ્રી ,તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી,સરપંચશ્રી,સદ્દભાવ સંસ્થા ના તમામ પદાધિકારી શ્રી, સભ્યશ્રીઓ,ગામના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહીને આ કાર્યકમ ને સફળ ને બનાવ્યો હતો. આચાર્ય શ્રી એ તમામ હાજર ગ્રામજનો નો આભાર વ્યક્ત કર્યો હતો*.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *