મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં કડા દરવાજા વિસ્તારમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરાવતા વિસ્તારના કોર્પોરેટર ભરત એસ.પટેલ (જે.ડી) તથા અમાજી ઠાકોર.


ગુજરાત સરકાર દ્વારા ચાલી રહેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ તા. 23-06-2022ના રોજ વિસનગરમાં કડાદરવાજા વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળા નં-5 ખાતે શાળાના કંમ્પાઉન્ડમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે આ વિસ્તારના વોર્ડ નં-8ના કોર્પોરેટર શ્રી જે.ડી. પટેલ, અમાજી ઠાકોર દ્વારા કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે સી.આર.સી. કો.ઓર્ડીનેટર પરેશભાઈ રાવલ સાહેબ, આચાર્ય ગીતાબેન પટેલ તથા તેમનો સ્ટાફ તથા વડીલો, બાળકો ઉપસ્થિત રહ્યા. આ પ્રંસગે બાળકોને ભણવા માટે કીટનું વિતરણ કરવામાં આવ્યું તથા માર્ગદર્શન આપ્યું. તથા શિક્ષણને લગતી કોઈપણ જરૃરીયાત શાળાને હોય તો અમને જાણ કરશો તો અમે મદદરૃપ થઈશું તથા આ પ્રસંગે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM