મોટા દહિંસરા ગામે માળીયા તાલુકા ના આગેવાનો દ્વારા 300 થી વધુ વૃક્ષારોપણ કરાયું

રીપોર્ટ:- મનુભાઈ ખાંડેખા

મોરબીઃ લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે તે માટે તાજેતરમાં મોટા દહિંસરા ગામે આવેલ બુઢ્યાશાળી મેલડી માંના મંદિર ખાતે યુવાનો-વડિલો દ્વારા 300 વધુ વૃક્ષોરોપણ કરવામાં આવ્યું હતું.

આ વૃક્ષોરોપણ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી જેસંગભાઈ હુંબલ, જિલ્લા પંચાયત સદસ્ય કિશોરભાઈ ચીખલીયા, આગેવાન મનુભાઈ કૈલા, યુવા આગેવાન વિજયભાઈ મૈયડ તેમજ મોટા દહિંસરા ગામના ભરતભાઈ હુંબલ, દિનેશભાઈ હુંબલ, વનરાજસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા, બરકતબાપા, કચરાભાઈ અવાડીયા વગેરે લોકો દ્વારા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા ગામના યુવાનો-વડીલોએ જહેમત ઉઠાવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *