મોરબીમાં ૨૨૩ સખી મંડળોને ૩૪૪ લાખની સી.સી. લોન ધિરાણના હુકમો એનાયત કરાયા

માહિતી બ્યુરો, મોરબી

મોરબી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંદુભાઇ શિહોરાના અધ્યક્ષસ્થાને દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવીકા મિશન અંતર્ગત ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લી. દ્વારા આયોજિત સ્વ-સહાય જૂથો માટે બેંક લિંકેજ અન્વયે કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત કચેરી ખાતે બુધવારે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંદુભાઈ શિહોરાએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે મહિલાઓ સ્વબળે આગળ વધે, પુરુષ સમોવડી બની પરિવારમાં આર્થિક સમૃદ્ધિ લાવે તેવા ગુજરાત સરકારે પ્રયત્નો કર્યા છે. કારોબારી સમિતિના અધ્યક્ષશ્રી જયંતીભાઈ પડસુંબીયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના બહેનોની ચિંતા કરતા આવ્યા છે અને તેમણે ‘નારી તું નારાયણી’ સુત્રને સાર્થક કર્યું છે. સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષશ્રી હંસાબેન પારેધીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવીકા મિશન અંતર્ગત ગ્રામીણ વિસ્તારની ગરીબ પરિવારની બહેનોને સ્વરોજગારી પુરી પાડી ગરીબીમાંથી બહાર લાવવાનું ઉત્તમ કાર્ય કર્યું છે

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના (DAY-NRLM) ૨૦૨૨-૨૩ અંતર્ગત સખી મંડળની બહેનોને સી.સી. લોન દ્વારા આર્થિક પ્રવૃતિ કરી ગરીબીમાંથી આગળ આવે તે હેતુથી કેશ ક્રેડિટ લોન કેમ્પમાં ૨૪૦ સખીમંડળોને કુલ રૂપિયા ૩૬૧ લાખ રકમની સી.સી. લોન મંજૂર કરવામાં આવી હતી. તેમજ ૨૨૩ સખીમંડળોને ૩૪૪ લાખ રકમની સી.સી. લોન ધિરાણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત ૧૪ જેટલા સ્વસહાય જૂથોને ટોકન સ્વરૂપે ચેક તેમજ મંજૂરીપત્રો મહાનુભવોના હસ્તે અર્પણ કરાયા હતા.

આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન અને આભારવિધિ નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને ઈન્ચાર્જ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ઈલાબેન ગોહિલે કરેલ હતી. કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું

આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખશ્રી દુર્લભજીભાઈ દેથરીયા, કલેકટરશ્રી જે.બી.પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.જે. ભગદેવ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઇશિતાબેન મેર, આરોગ્ય સમિતિ ચેરમેનશ્રી હીરાભાઈ ટમારીયા, શિક્ષણ સમિતિ ચેરમેનશ્રી પ્રવીણભાઈ સોનગ્રા, અગ્રણી સર્વશ્રી જીગ્નેશભાઈ કૈલા, કિશોરભાઈ ચીખલિયા, વાઘજીભાઈ ડાંગરોચા, નથુભાઈ કડીવાર, રવજીભાઈ પરમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો સ્ટાફ અને સ્વસહાય જૂથોના બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

કમલમ દેનીક સૌરાષ્ટ્ર ઝોન ચીફ મહેશ ડી સિઘવ

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM