
ચાતુર્માસ એટલે ત્યાગ-તપસ્યા ધર્મ આરાધના વડે આત્મકલ્યાણ સાધવાની તક-જૈનમુનિ નયશેખર વિજયજી

બનાસની બહેતરની વસુંધરા પર પરમાત્મા શ્રી પલ્લવીયા પાર્શ્વનાથ પ્રભુના પાલનપુર નગરે શું વિદીત કરીએ ? કયા શબ્દોના મોતીઓથી વધાવીએ! અહિંસા પરમોધર્મની ઉપાસનાના મહાસાધક,અકબર બાદશાહ પ્રતિબોધક જૈનાચાર્ય પ.પૂ.આ.શ્રી હીરસુરીશ્વરજી મહારાજા નું જન્મ સ્થાન,શ્રી પલ્લવીયા પાર્શ્વનાથ પ્રભુની આ પાવન ભૂમિ પર અદકેરા આનંદનું સ્વપ્ન પાલનપુરની ધરતી પર અવતર્યુ છે. ત્યારે શ્રી તપાગચ્છા જૈન ઉપાશ્રય ના પ્રાંગણે સૌપ્રથમ વાર માનવતાના મસીહા પૂ.આ.શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજય મુનિરાજશ્રી નયશેખર વિજયજી મ.સા,પૂજય મુનિરાજશ્રી શૌર્યશેખર વિજયજી મ.સા તથા પૂ.સા.સમ્યગદર્શિતાશ્રીજી મ.સા નું ભવ્યાતિભવ્ય રીતે ચાતુર્માસ પ્રવેશ સંપન્ન થયેલ.આ સામૈયાનું પ્રારંભ ગાઠામણ દરવાજા,વડીલ વિશ્રાતિ ગૃહથી પ્રારંભ થઇ શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રય ખાતે પધારેલ.ત્યાબાદ ઉપાશ્રય ખાતે માંગલિક પ્રવચન પૂજય ગુરુદેવોના વરદ્ મુખે શ્રવણ કરવામાં કરેલ.આ પ્રસંગે પૂજય મુનિરાજ નયશેખર વિજયજી મ.સા એ જણાવેલ કે જૈન ધર્મમાં ચાતુર્માસનું ભારે મહત્વ અંકાયું છે.ચોમાસાના ચાર મહિનાનો સમય એવો છે કે જૈન સાધુ-સાધ્વીઓ એક જ સ્થળે ચાર મહિના સુધી સ્થિરતા કરે છે.ત્યાં રહેતા લોકોને આ ચાર મહિનામાં ધર્મમાર્ગે પ્રવૃત્ત કરવાનું યુગકાર્ય તેઓ બજાવે છે.આ પ્રસંગે પ્રમુખશ્રી જીલ્લા પંચાયત-પાટણ શ્રીમતી ભાનુમતીબેન મકવાણા,સદભાવના ગ્રુપ ટ્રસ્ટ-પાલનપુર શ્રીમાન હરેશભાઇ ચૌધરી,સેવાભાવી શ્રીમતિ કવિતાબેન દેઢિયા,શ્રી દિલીપભાઈ શાહ,શ્રી જીગરભાઈ શાહ,શ્રી અતુલભાઈ શાહ,શ્રી મનીષભાઈ શાહ,શ્રી ભાવેશભાઈ પુજારા,શ્રી સંજયભાઈ શાહ તથા મુંબઇ,અમદાવાદ,કચ્છ,પાટણ,થરા વિગેરેથી ગુરુ ભક્તો તથા પાલનપુર જૈન સંઘના ભાવિકો ઉપસ્થિત રહેલ.
