

કાંકરેજ પ્રદેશની ધન્યધરા પર ધર્મનગરી થરા ગામે આજ રોજ પૂજ્ય સાધ્વીજી ભગવંત નિર્વેદરત્નાશ્રીજી મ.સા.આદિ ઠાણા-6 નો ભવ્યાતિભવ્ય ચાતુર્માસ પ્રવેશ, થરા ગામમાં થયું.સવારે વાજતે ગાજતે પૂજ્યશ્રી નું સામૈયું ભક્તિનગર થી નીકળી ગામમાં પધારી, શ્રી શાંતિનાથ દાદા ના દર્શન કરી અને પ્રવેશ કર્યો, તેમાં મોટી સંખ્યામાં ભાઈ બહેનો જોડાયા હતા.પૂજ્યશ્રી એ માંગલિક ફરમાવી ધર્મ આરાધના ઉપર પ્રવચન આપ્યું.તે બાદ સંઘપૂજન થયું.આ પ્રસંગે વડીલ શ્રી કિરીટભાઈ પંચાણી, સુનિલભાઈ પંચાણી,કિર્તીભાઈ શાહ, પંડિત શ્રી શુભમભાઈ કટારીયા આદિની ઉપસ્થિતિ રહી હતી.