




રિપોર્ટ ,મયુર પટેલ
૧૧ જુલાઈ ૨૦૨૨ ના રોજ વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે તાલુકા આરોગ્ય કેન્દ્ર મહુવા દ્વારા સુરત જિલ્લા ના મહુવા તાલુકા ના અનાવલ સામૂહિક કેન્દ્ર પર વિશ્વ વસ્તી દિવસ ની ખુબજ ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવા માં આવી આ પ્રસંગે તાલુકા પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ ,તાલુકા ઉપપ્રમખ વૈસાલી બેન પટેલ,અનાવલ ગામ ના સરપંચ મંજુલાબેનપટેલ, તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડો. મનોજ ભાઈ ચોધરી CHC અનાવલ સુપ્રિટેન્ડન શ્રી ડો. પ્રમોદ ભાઈ ચોધરી મેડીકલ ઓફિસર ,વહેવલ ,વલવાડા , મહુવારિયા તથા આરોગ્ય સ્ટાફ અને આશા વર્કર બહેનો હાજર રહ્યા હતા તાલુકા પ્રમુખ હિતેનદ્ર ભાઈ પટેલ દ્વારા વિશ્વ વસ્તી દિન વિશે ચર્ચા કરી તથા આરોગ્ય સ્ટાફ ની કામગીરી બિરદાવી હતી તેમજ તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડો.મનોજ ભાઈ ચોધરી દ્વારા વિશ્વ વસ્તી દિવસ નું મહત્વ તથા વસ્તી નિયંત્રણ માટે આરોગ્ય સ્ટાફ ની કામગીરી તથા જૂદી – જુદી પદ્ધતિ વિશે સમજણ આપી હતી ગત વર્ષ ના વિશ્વ વસ્તી નિયંત્રણ ની કામગીરી માં શ્રેષ્ટ પ્રદર્શન બદલ અધિકારી, કર્મચારી આશા બહેનો ને ઇનામ વિતરણ કરી આરોગ્ય સ્ટાફ નો ઉત્સાહ વધારી પ્રોત્સાહન આપ્યું હતું તથા આરોગ્ય સ્ટાફ દ્વારા અનાવલ ગામે વિશ્વ વસ્તી દિવસ ના મહત્વ વિશે લોક જાગૃતિ માટે બેનર , પોસ્ટરો સાથે અનાવલ ગામ ખાતે રેલી પ્રદર્શન કરવા માં આવ્યું હતું .
