
રિપોર્ટ : બીના પટેલ
RSS ના સહસંચાલક શ્રી હસમુખભાઈ પટેલ તથા ગુજરાત રાજ્યના પ્રથમ ડાયરેકટર ઓફ પ્રોસિક્યુસન શ્રી પરેશભાઈ ધોરાએ લંડન (યુ.કે) ખાતે CLUB -2000 ની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે શ્રી હસમુખભાઈ પટેલ અને શ્રી પરેશભાઈ ધોરાને CLUB -2000 લંડન (યુ.કે) ના શ્રી હેમેન્દ્રભાઈ પટેલે આવકાર્યા હતા મી.પાયલબેન પટેલે તેઓને CLUB -2 000ની વિસ્તૃત માહિતી આપી હતી. આ સમારોહ માં શ્રી હસમુખભાઈ પટેલે તથા શ્રી પરેશભાઈ ધોરા એ CLUB -2 000ની તેઓની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી. આ કાર્યક્રમ માં ચરોતર ગેસ ના ચેરમેન શ્રી ધર્મેન્દ્રભાઈ જે. પટેલ,શ્રી હર્ષદભાઈ કક્કડ,શ્રી લાલજીભાઈ હીરાની,શ્રી સી જે પટેલ,શ્રી હર્ષિત ધોરા તથા શ્રી મિતેષભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
