અરવલ્લી જિલ્લામાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ કાર્યક્રમ અન્વયે ચિલ્ડ્રન પેઇન્ટીંગ વર્કશોપનું આયોજન

ધાર્મિક ભટ્ટ અરવલ્લી

ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી, અમદાવાદ ધ્વારા આયોજિત તથા જિલ્લા રમતગમત અધિકારીની કચેરી અરવલ્લી ધ્વારા સંચાલિત ભારતની આઝાદીના ૭૫ વર્ષ અંતર્ગત ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ કાર્યક્રમ અન્વયે ચિલ્ડ્રન પેઇન્ટીંગ વર્કશોપનું આયોજન થનાર છે. આ વર્કશોપનો હેતુ બાળકોની ચિત્રકલામાં રૂચી અને તેઓને ચિત્રકલાના વિવિધ માધ્યમોની જાણકારી મળે અને આ હેતુને ધ્યાને લઈ તા.૨૫/૦૭/૨૦૨૨ થી ૨૯/૦૭/૨૦૨૨ દરમ્યાન ૦૬ થી ૧૪ વર્ષ સુધીના વિદ્યાર્થીઓ માટે આ વર્કશોપનું દૈનિક બે કલાક માટેનું આયોજન થનાર છે. વર્કશોપ નું સ્થળ તથા સમય નક્કી થયેથી કચેરી ધ્વારા જાણ કરવામાં આવશે. અરવલ્લી જિલ્લામાંથી ભાગ લેવા ઇચ્છુક વિદ્યાર્થીઓએ એક સાદી અરજીમાં પોતાનું નામ, સરનામું, જન્મતારીખ, વ્હોટ્સએપ મોબાઈલ નંબર, ધોરણ, સ્કૂલ તથા આધારકાર્ડ નંબર લખી આ વિગત સાથે આધારકાર્ડનો ફોટો જિલ્લા રમતગમત અધિકારી ના ઈમેલ આઈડી : dsoaravalli05@gmail.com પર તા.૨૧/૦૭/૨૦૨૨ સુધી મોકલી આપવા આથી જિલ્લા રમતગમત અધિકારીશ્રી ધ્વારા જણાવવામાં આવેલ છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *