મુંદરામાં મેલેરિયા – ડેન્ગ્યુ જેવા રોગો અટકાવવા ખાસ ઝુંબશ

ભારત સરકાર દ્વારા વર્ષ 2030 સુધીમાં મેલેરીયા નાબુદી અભિયાન કાર્યક્ર્મ અમલમાં મુકવામાં આવેલ છે. જે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2022 સુધીમાં જ મેલેરિયા મુક્ત ગુજરાતના લક્ષ્યને હાંસલ કરવા વિશેષ આયોજન હાથ ધરાયેલ છે. જે અંતર્ગત અર્બન સર્વેલન્સની કામગીરી સાથે મચ્છરજન્ય રોગો અટકાવવા માટે પોરાનાશક કામગીરી કરવામાં આવી રહી છે જેમાં 21 ટીમો દ્વારા મુંદરાની 6031 વસ્તી તથા 1439 ઘરોની હાઉસ ટુ હાઉસ મુલાકાત કરી તાવના 54 લોહીના નમૂના લીધેલ જે તમામ નમુનાઓ ચકાસતા તેમાંથી મેલેરિયાનો એક પણ પોઝીટીવ કેસ મળી આવેલ નથી. ગ્રામ્ય વિસ્તારમાં મચ્છર ઉત્પત્તિ અટકાવવા પોરાનાશક કામગીરીમાં 6019 પાત્રો તપાસવામાં આવેલ જેમાંથી 55 સ્થળોએથી મચ્છરના પોરા મળી આવેલ જેનો નિકાલ કરવામાં આવેલ સાથે સાથે એબેટ દવા નાખેલ ખુલ્લા પાત્રોની સંખ્યા 1070 તથા નાશ તથા નિકાલ કરેલ પાત્રોની સંખ્યા 165 હતી ઉપરાંત વ્યક્તિગત મુલાકાત દ્વારા જનજાગૃતિ લાવવા પ્રયાસો કરવામાં આવેલ હતા. મેલેરિયા, ડેન્ગ્યુ, ચીકનગુનીયા રોગથી લોકોએ ગભરાવવાની કે ખોટી દહેશત ફેલાવવાની જરૂર નથી. શંકાસ્પદ મેલેરિયા, ડેન્ગ્યુ તાવના લક્ષણો જણાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, સરકારી હોસ્પિટલો કે આરોગ્ય કાર્યકરનો તાત્કાલિક સંપર્ક કરીને લોહીની તપાસ કરાવી સારવાર લેવા આરોગ્ય તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. વાહકજન્ય રોગોનો ફેલાવો અટકાવવા માટે રાજ્ય સરકારના ઘનિષ્ઠ પ્રયત્નોને ત્યારે જ સફળતા મળે કે જ્યારે પ્રજાજનો સહકાર આપે. લોકોની સુખાકારી એ સરકારની જવાબદારી છે, પરંતુ સહકાર મળવો પણ એટલો જ અનિવાર્ય છે. જેથી મચ્છર ઉત્પતિ અટકાવા માટે ઘરમાં સંગ્રહિત કરેલ પાણીના તમામ ટાંકાઓ, પાત્રોને માત્ર હવાચુસ્ત ઢાંકવાથી તેમજ ઘરની આસપાસ છત ઉપર ચોમાસા બાદ બિન ઉપયોગી કાટમાળ નિકાલ અને નાશ કરવાથી મચ્છર તેમાં ઈંડા મૂકી શકતા નથી આવી રીતે રોગથી સ્વયંભુ બચી શકાય છે એવી જાણકારી આપવામાં આવી હતી.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM