અરવલ્લી જીલ્લાના હિત અને પ્રશ્નોના સમાધાન માટે મળી જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક

ધાર્મિક ભટ્ટ અરવલ્લી

મોડાસા કલેકટર કચેરી ખાતે કલેકટર શ્રી ની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી. જેમાં ધારાસભ્ય શ્રી જશુભાઇ પટેલે ખેડૂતોના પ્રશ્નો, વિદ્યાર્થીઓ માટે રેગ્યુલર બસ,નગરપાલિકાના પ્રશ્નો, જળસંચય, જમીન સંપાદન,માર્ગ વિકાસ, વિજળી, શિક્ષણ, રેવન્યુંને લગતા પ્રશ્નોને સાંભળવામાં આવ્યા. જવાબદાર અધિકારીઓ દ્રારા તેમના યોગ્ય જવાબ આપવામાં આવ્યા.લોકોની અરજીઓના યોગ્ય નિકાલની પણ ચર્ચા કરાઈ. વહીવટી કામગીરીને ઝડપી અને પરિણામ સભર બનાવવા પણ સૂચન કરાયા. બેઠકમાં જિલ્લાની વિકાસલક્ષી યોજનાઓ જેવીકે આદર્શ ગ્રામ યોજના,અન્ય યોજનાઓ ને લઇને ચર્ચા કરવામાં આવી. જિલ્લા વિકાસને લઇને પણ બેઠકમાં ચર્ચાવિચારણા કરવામાં આવી. 15મી ઓગસ્ટ રાજ્યકક્ષાના કાર્યક્રમને લઈને કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી. બેઠકમાં ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમની ચર્ચા કરવામાં આવી. આવનારા સમયમાં જિલ્લામાં વનમહોત્સવ યોજાશે જેની ચર્ચા કરવામાં આવી. કલેક્ટરશ્રી નરેન્દ્રકુમાર મીના, જિલ્લા વિકાસ અધિકારીશ્રી શ્વેતા તિવેટિયા , જિલ્લા પોલીસ વડા સંજય ખરાત, અધિક નિવાસી કલેક્ટરશ્રી એન. ડી. પરમાર સહિત જિલ્લા સંકલન સમિતિના અધિકારીઓ , ધારાસભ્ય શ્રી જશુભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM