



આજના યુગમાં પણ વર્ષોથી ચાલી રહેલી પરંપરાને માનીને હાલની સ્ત્રીઓએ નિતિ નિયમો પાળવાના હોય છે, જેના પરિણામે સ્ત્રીઓમાં પોતાના પર વિશ્વાસનો અભાવ જોવા મળી આવે છે. જેથી સ્ત્રીઓને કમજોર ગણવામાં આવે છે. સ્ત્રીઓ પણ પોતાની જાત પર ભરોસો છોડીને સમાજની પરંપરાને અનુસરીને પોતાનું જીવન સ્વીકારી લે છે. મહિલાઓ પર અત્યાચાર જેવા ઘણાં કિસ્સાઓ રોજબરોજ સામે આવતા હોય છે, જેને આપણે ન્યુઝ પેપર કે સમાચાર દ્વારા જાણીએ છીએ. કારણ કે બધી મહિલાઓ એવું વિચારે છે કે તે પોતે પોતાનું રક્ષણ કરી શકતી નથી. જેના કારણે મહિલાઓ આવા દુષ્કર્મનો ભોગ બને છે. આવા ગંભીર વિષયને ધ્યાને લઈ દેશની મહીલાઓમાં માનસિક તેમજ શારીરિક રીતે આત્મવિશ્વાસમાં વધારો થાય અને તે સ્વયં પોતાનું રક્ષણ કરી શકે સાથે જ સમાજમાં રહેલા અસામાજીક તત્વોને ધૂળ ચાટતા કરી દે એવો વિચાર મનમાં આવતા બ્લેક બેલ્ટ વિનર આદરણીય શ્રી વિજયભાઈ મૈસુરિયાજી એ મહિલા સ્વરક્ષણ તાલીમ યોજનાનું આયોજન કર્યું છે. 2005 માં સુરત જિલ્લાના વ્યારા તાલુકામાં સ્પે. મહિલા સ્વરક્ષણ તાલીમ કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી, અને તે પણ ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં જ્યાં મોટા ભાગની સ્ત્રીઓ આ તાલીમ વિશે અજાણ હતી અને સ્વખર્ચે આ તામીલ લઈ શકે તે માટે સક્ષમ ન હતી. આવી પરિસ્થિતીમાં બ્લેક બેલ્ટ વિજેતા શ્રી વિજયભાઈ મૈસુરિયાજી એ ગામે-ગામ ભ્રમણ કરી વિનામૂલ્યે તાલીમ આપવાની એજ સકારાત્મક પહેલ હાથ ધરી. જેની નોંધ વર્ષ ૨૦૧૨-૧૩’ માં લેવામાં આવી હતી. ત્યાર બાદ કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેડ તાપી, જિલ્લા પોલિસ અધિક્ષકશ્રી તાપી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી તાપી અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી તાપીના સહકારથી વિનામૂલ્યે સ્વરક્ષણ તાલીમ કેમ્પો શરૂ કરવામાં આવ્યા, જેથી કરીને અત્યાર સુધી તાપી જિલ્લાની આશરે ૫૦,૦૦૦ જેટલી સ્ત્રીઓને આ તાલીમનો લાભ લેવાનો અવસર મળ્યો છે. ભવિષ્યમાં સરકારશ્રીના સહકારથી બ્લેક બેલ્ટ વિજેતા શ્રી વિજયભાઈ મૈસુરિયાજી એ એક લાખ દિકરીઓને વિનામૂલ્યે તાલીમ આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરવાનો સંકલ્પ લીધો છે, જે ટૂંક સમયમાં પૂર્ણ કરવાની ઈચ્છા ધરાવે છે. દેશની દીકરીઓ અને સ્ત્રીઓને પોતાની જાત પર વિશ્વાસ કરાવનાર નિ:સ્વાર્થ સેવા નિ:શુલ્ક રૂપે પ્રદાન કરનાર બ્લેક બેલ્ટ વિજેતા શ્રી વિજયભાઈ મૈસુરિયાજી ની જેટલી સરાહના કરીએ એટલી ઓછી છે. ભારતીય જનતા પાર્ટી આદિજાતિ મોરચા ગાંધીનગર મહાનગર પ્રમુખ કુમારી આરતીબેન ભીલ દ્વારા ચલાવવામાં આવતા શુભારંભ ટ્રસ્ટ સાથે પણ શ્રી વિજયભાઈ પોતાના સેવાકાર્યોને અવિરત આગળ ધપાવવા આ ટ્રસ્ટ સાથે જોડાયેલા છે સાથે જ તેઓ મંત્રી પદ પર કાર્યરત છે. ભારત દેશમાં આવા નેક માણસ ઘણા લોકો માટે એક ઉદાહરણ પાત્ર છે અને દેશને આવા નાગરિક પોતાની પાસે હોવાનો ગર્વ છે.

