પૂર્વીય ડાંગના અંતરિયાળ વિસ્તારમા આવેલા ગારખડી, પીપલદહાડ અને શેપુઆમ્બા ગામે ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નુ ભવ્ય સ્વાગત

ગ્રામીણ હાટ/બજારમા ઉમટેલા ડાંગ ઉપરાંત મહારાષ્ટ્રના પણ સેંકડો ગ્રામજનોએ ગુજરાતના વિસ વર્ષના વિકાસને નિહાળ્યો

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

પૂર્વીય ડાંગના સરહદી વિસ્તારમા આવેલા ગારખડી, પીપલદહાડ, અને શેપુઆમ્બા ગામે ગુજરાતના વિસ વર્ષના વિકાસની ગાથા લઈને પહોંચેલી ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ નુ ગ્રામીણજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતુ. મહારાષ્ટ્ર રાજ્યની સરહદે આવેલા ગુજરાત રાજ્યના છેવાડાના ગામે પહોંચેલી આ વિકાસ યાત્રાને શનિવારી હાટ, બજારમા ઉમટેલા ડાંગ સહિત મહારાષ્ટ્રના ગ્રામજનોએ પણ અહોભાવ સાથે નિહાળી, ગુજરાતના વિકાસની ગતિ અને પ્રગતિનો ચિતાર મેળવ્યો હતો. સુબિર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી બુધુભાઈ કામળી સહિતના પદાધિકારીઓએ યાત્રા સાથે જોડાઈને, વિવિધ યોજનાકીય લાભો એનાયત કરવા સાથે, નાણા પંચના વિવિધ કામોનુ લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યું હતુ. મહાનુભાવો તથા અધિકારીઓએ અહીં વૃક્ષારોપણ પણ કર્યું હતુ. વિવિધ શૈક્ષણિક સ્પર્ધાઓ, યોગ નિદર્શન, સ્વચ્છતા અભિયાન, આરોગ્ય કેમ્પ, સાહિત્ય વિતરણ, સાથે ઠેર ઠેર વિકાસ યાત્રાનુ સાંસ્કૃતિક કૃતિઓ સાથે ભવ્ય સ્વાગત સત્કાર કરાયુ હતુ. સુબિર તાલુકામા સફળ રીતે આગળ વધી રહેલી પીપલદહાડની ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’મા મામલતદાર કુ. પ્રિયંકા પટેલ, તાલુકા વિકાસ અધિકારી શ્રી વિશાલ પટેલ સહિત વીજ વિભાગના નાયબ ઈજનેર શ્રી વી.ડી.પટેલ, પોલીસ અને ફોરેસ્ટના અધિકારીઓ, આરોગ્ય અને શિક્ષણ વિભાગના કર્મયોગી, ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો સહિત મોટી સંખ્યામા ગુજરાત અને મહારાષ્ટ્રના ગ્રામજનો જોડાયા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *