બીલીયા ખાતે ઉત્તર ગુજરાતના સૌથી મોટા અને વૈવિધ્યસભર અમૂલ પાર્લરનો શુભારંભ: ધારાસભ્ય શ્રી બલવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે લોકાર્પણ

વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે બીલીયા ખાતે ઉત્તર ગુજરાતના સૌથી મોટા અને સૌથી વધુ વૈવિધ્યસભર અમૂલ પાર્લરનો શુભ પ્રારંભ સિદ્ધપુરના લોકલાડીલા ધારાસભ્ય શ્રી બલવંતસિંહ રાજપૂતના વરદ્ હસ્તે કરવામાં આવ્યો હતો.આ નવનિર્મિત અત્યાધુનિક અમૂલ પાર્લરના શુભારંભથી બીલીયા અને આસપાસના વિસ્તારના નાગરિકોને અમૂલની દૂધ, દહીં, ઘી, ચીઝ, આઈસ્ક્રીમ સહિતની વિવિધ ગુણવત્તાયુક્ત ડેરી પ્રોડક્ટ્સ એક જ સ્થળેથી સરળતાથી ઉપલબ્ધ થશે.આ પ્રસંગે ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, આવા આધુનિક પાર્લરથી માત્ર ગ્રાહકોને સુવિધા જ નહીં, પરંતુ સ્થાનિક સ્તરે વેપાર, રોજગારી અને આર્થિક પ્રવૃત્તિઓને પણ નવી ગતિ મળશે. તેમણે આ નવા સાહસની સફળતા અને ઉત્તરોત્તર પ્રગતિ માટે સંચાલકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

આ કાર્યક્રમમાં શ્રી જયેશભાઈ પટેલ, શ્રી અશ્વિન પટેલ, શ્રી સોમાજી ઠાકોર, શ્રી મુકેશભાઈ ચૌધરી, શ્રી જગદીશભાઈ પટેલ, શ્રી મહેશભાઈ દેસાઈ, શ્રી અભુજી ઠાકોર, શ્રી વિક્રમસિંહ ઠાકોર, શ્રી મનીષભાઈ પ્રજાપતિ, શ્રી વિજયભાઈ મકવાણા, શ્રી ભરતજી, શ્રી વિનોદભાઈ પટેલ, શ્રી દિલીપજી ઠાકોર, શ્રી રમેશભાઈ પટેલ, શ્રી જૈનીભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ પટેલ, શ્રી નરસિંહભાઈ પટેલ, શ્રી જશવંતભાઈ દરજી, શ્રી અમરતભાઈ પટેલ તેમજ સંગઠનના હોદ્દેદારો અને બહોળી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *