જન્મ મૃત્યુના ફેરામાંથી જે મુક્ત કરે એ જ ગુરુ – વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી

રિપોર્ટ : ચિરાગ પાંડેય

ગુરુપૂર્ણિમા ઉત્સવના તત્વાવધાનમાં ભવ્ય જાહેર ઉત્સવમાં પૂજ્ય શ્રીવ્રજરાજકુમારજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા સમગ્ર ગુજરાતભરમાંથી ભાવિકજનો ઉમટી પડ્યા

સાંસ્કૃતિક કાર્યક્રમ, શ્રીઠાકોરજી સુખાર્થે મનોરથ દર્શન સહિતના કાર્યક્રમો સંપન્ન થયા.

VYO ભારત એવોર્ડ્સ અંતર્ગત 48 એવોર્ડ એનાયત કરવામાં આવ્યા.

વડોદરા શહેરના પ્રથમ નાગરિક શ્રીકેયુર રોકડીયા, ભા.જ.પા ગુજરાત મહામંત્રી શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ, શાસક પક્ષ નેતા અલ્પેશ લીમ્બાચીયા અને દંડક ચિરાગ બારોટ સહિતના અગ્રણીયો વિશેષ ઉપસ્થિત રહ્યા

કલાનગરી વડોદરા ખાતે આંતરરાષ્ટ્રીય સંસ્થા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વ્યો ભારતના તત્વાવધાનમાં ગુરુપૂર્ણિમાં તત્વાવધાનમાં આજરોજ ભવ્ય ઉત્સવની ઉજવણી આજે શહેરના વ્રજધામ આધ્યાત્મિક સંકુલ માંજલપુર ખાતે પૂજ્યશ્રી વ્રજરાજકુમારજી મહારાજશ્રીના સાનિધ્યમાં સંપન્ન થઇ હતી. આ પ્રસંગે પ્રભાતે 10:30કલાકથી વ્રજધામ સંકુલ ખાતે કાર્યક્ર્મોનો દૌર આરંભાયો હતો જેના અંતર્ગત VYO બ્રાન્ચ મીટ 2022નું આયોજન સંપન્ન થયું હતું જેમાં VYO ભારતની તમામ શાખાઓના પદાધિકારીઓ – સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. VYO દ્વારા પ્રસારિત વિવિધ પ્રવુતિઓ તથા સેવાકીય અનુષ્ઠાનો અર્થે વિચાર મંથન સંપન્ન થયું હતું અને સૌ સદસ્યો અને પદાધિકારીઓ ધર્મ સેવા સાથે માનવ સેવા, સમાજ સેવા, રાષ્ટ્ર સેવા અને યુવાલક્ષી કાર્યોને વેગવંત કરવા પ્રતિબદ્ધ રહેવા સંકલ્પિત બન્યા હતા. ત્યારે આ પ્રસંગે સાંજે 6.30કલાકે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં અનેક પ્રસ્તુતિઓ રજુ થઇ હતી.આ પ્રસંગે પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહારાજશ્રીએ પોતાના મંગળ આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે; મનુષ્ય જન્મ ભગવાનની અનમોલ ભેટ છે. આ શરીર એ ગાડી છે, મન એ ડ્રાઈવર છે, બુદ્ધિ એ ડ્રાઈવરના બાજુમાં બેઠી છે અને આત્મા પાછળની સીટ પર. આત્માનું આ ગાડી દ્વારા કલ્યાણ કરવાનું છે. મન એન બુદ્ધિને ગુરુ ગોવિંદના ચરણો સમર્પિત કરી વ્યક્તિ નિશ્ચિત ધર્મ પથ પર આગળ વધી જીવનનું ઉદ્ધાર કરે છે. આ પ્રસંગે VYO ભારત એવોર્ડ 2021એનાયત કરવામાં આવ્યા હતા જેમાં VYOની ભારતભરની શાખાઓમાંથી સેવાકીય કર્યોમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર પદાધિકારી, સ્વયંસેવક, કમિટીને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કુલ 48 એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા જેમાં કમિટીના મુખ્ય વિંગ, મહિલા વિંગ, અને યુથ વિંગના પ્રેસિડેન્ટ, સેક્રેટરી ને leadership,performance અને team work બાબતે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર બ્રાન્ચને તથા વ્યક્તિગત પદાધિકારીને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ સાથે VYO દ્વારા કાર્યરત વિવિધ જન સમાજને સમર્પિત સેવાકીય પ્રકલ્પોમાં સેવા આપનાર સ્વયંસેવકોને પણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. BEST VYO બ્રાન્ચ તરીકે VYO વડોદરાને એનાયત કરવામાં આવ્યો, જયારે ફર્સ્ટ રનરઅપ તરીકે VYO મુંબઈ અને સેકન્ડ રનરઅપ તરીકે VYO રાજકોટને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમમાં ગોંડલ, રાજકોટ, જામનગર, જૂનાગઢ, મેંદરડા, જામનગર, સાવરકુંડલા, આનંદ,કરમસદ, ભાવનગર,ભરૂચ,સૂરત,મુંબઈ, હૈદરાબાદ, બંગ્લોર,જમશેધપુર,વડોદરા,પીજ,નડિયાદ,પાલીતાણા સહીત તમામ બ્રાન્ચના કમિટીના સદસ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ પ્રસંગે બપોરના 12.30કલાકે શ્રીપ્રભુ સુખાર્થે ભવ્ય છાકલીલા મનોરથ દર્શન અને સાંજે 8 કલાકે શ્રીપ્રભુ સુખાર્થે કમલસાગરમાં કમળવિતાનના ભવ્ય મનોરથના દર્શનનો પણ સૌ ભાવિકજનોએ અવસર માણ્યો હતો.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM