ઉતર ગુજરાત ના ભાભર ખાતે પર્યાવરણ સમિતિ તેમજ યુવા સમિતિના સંયુક્ત ઉપક્રમે પ્રાકૃતિક ખેતી વિષે યોજાઈ પ્રેરણાદાયી ચિંતન શિબિર


લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિના અધ્યક્ષ કિરિટભાઈ ભીમાણી,ઉતર ગુજરાત ઝોનના પ્રમુખ ભગવાનભાઈ બંધુ તેમજ બનાસકાંઠા જિલ્લા યુવા સમિતિના રીજીઓનલ ચેરમેન યશ ઠકકર (ડીસા) ના સંયુક્ત સંનિષ્ઠ પ્રયત્નોથી ઉતર ગુજરાત ના સરહદી શહેર ભાભર ખાતે મહાપરિષદના સક્રિય પ્રમુખ સતીષભાઈ વિઠલાણીના અધ્યક્ષ સ્થાને પ્રાકૃતિક ખેતી અંગે એક ચિંતન શિબિર તેમજ વૃક્ષારોપણનું આયોજન સમાજ શ્રેષ્ઠી શ્રી પોપટભાઈ અખાણીના જૂના ઈન્દરવા સ્થિત ખારેક ફાર્મ ખાતે કરાયું હતું.આ કાર્યક્રમમાં મહિલા સમિતિ અધ્યક્ષ તેમજ ટ્રસ્ટી રશ્મિબેન વિઠલાણી પણ ઉપસ્થિત રહ્યાં હતાં.લોહાણા મહાપરિષદના ઇતિહાસમાં સૌપ્રથમવાર આવું આયોજન થતાં ઉતર ગુજરાતના સમગ્ર રઘુવંશી લોહાણા સમાજમાં જબરજસ્ત ઉત્સાહ હતો.કાર્યક્રમના મુખ્ય વકતા તરીકે પ્રાકૃતિક ખેતીના ખૂબ જ અનુભવી અને સમાજ શ્રેષ્ઠી એવા પોપટભાઈ અખાણીએ પોતાના દ્રારા થયેલા પ્રયત્નોની વિગતવાર વાત કરી હતી.કાર્યક્રમની શરૂઆત રઘુવંશી ગીત તેમજ દીપ પ્રાગટયવિધિથી કરાયા બાદ પર્યાવરણ સમિતિના ઉત્સાહી રાષ્ટ્રીય અધ્યક્ષ કિરિટભાઈ ભીમાણીએ સૌ મહેમાનોનો વ્યવસ્થિત પરિચય આપી શાબ્દિક સ્વાગત સાથે આ કાર્યક્રમનું મહત્વ સમજાવ્યું હતું તેમજ તેમની ટીમને સાથે રાખી મંચસ્થ મહાનુભાવોનું ગ્રીન ખેસ પહેરાવી સન્માન કર્યું હતું.યજમાન શ્રેષ્ઠી પોપટભાઈ અખાણી પરિવારની દીકરીઓ ખુશી અને ખુશાલીએ મંચસ્થ મહાનુભાવોનું કંકુતિલક તેમજ ગુલાબના ફુલથી સન્માન કર્યું હતું.લોહાણા મહાપરિષદના પ્રમુખ સતીષભાઈ વિઠલાણીએ મહાપરિષદ કેવી રીતે સમાજના નાનામાં નાના તેમજ છેવાડાના માણસ સુધી પહોંચવા માગે છે તે માટે વિગતવાર વાત કરી સમાજ વધારે લાભાન્વિત થાય તે અંગે જણાવ્યું હતું તેમજ પોપટભાઈ અખાણીની કામગીરી વિષે પ્રશંસા કરી હતી.મહિલા અધ્યક્ષ રશ્મિબેન વિઠલાણીએ ખેતી અંગેના પોતાના અનુભવની વાત કરી મહિલાઓ પણ આ ક્ષેત્રમાં આવી આગળ વધે તેમ જણાવ્યું હતું.મહામંત્રી હરીશભાઈ ઠકકરે લોહાણા મહાપરિષદની થયેલ અને થનાર કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો.ઉતર ગુજરાત ઝોન પ્રમુખ ભગવાનભાઈ બંધુએ લોહાણા મહાપરિષદની તમામ પ્રકારની કામગીરીથી ઉતર ગુજરાતનો લોહાણા સમાજ વધારે માહિતગાર થાય અને સહકાર આપે તે માટે અપીલ કરી હતી.ભાભર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હરિભાઈ આચાર્યે લોહાણા મહાપરિષદની કામગીરીની પ્રશંસા કરી હતી.અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ રાધનપુરના પ્રમુખ મહેશભાઈ મુલાણીએ શેર શાયરીના માધ્યમથી પ્રેરણાદાયી વક્તવ્ય આપી લોહાણા મહાપરિષદ તેમજ પર્યાવરણ સમિતિની કામગીરીની સરાહના કરી હતી.ખજાનચી વસંતભાઈ અનારકટે પ્રમુખ શ્રી સતીષભાઈ વિઠલાણીના માર્ગદર્શન હેઠળ થતી એકાઉન્ટની પારદર્શક કામગીરી વિષે માહિતી આપી હતી.ઉતર ગુજરાત યુવા સમિતિના અધ્યક્ષ જનકભાઈ ઠકકરે આવતા દિવસોમાં યુવાનોનું એક મહા સંમેલન કરવા માટે હાકલ કરી હતી.સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સંચાલન નીકી અખાણીએ કર્યું હતું તેથી તેનું પણ સન્માન કરાયું હતું જ્યારે આભારવિધિ યુવા સમિતિ બનાસકાંઠા રીજીયન ચેરમેન યશ ઠકકરે કરી હતી.
વરસાદી માહોલ વચ્ચે પણ સમગ્ર ઉતર ગુજરાતમાંથી રઘુવંશી લોહાણા અગ્રણીઓ, મહિલાઓ, યુવાનો 300 જેવી સંખ્યામાં પધારતાં કાર્યક્રમ અતિ સફળ રહ્યો હતો.સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ વૈભવ ઠકકરના સહકારથી કરાયું હતું.સ્થળ ઉપર નાસ્તો,ભોજન, બેઠક વ્યવસ્થા સહિતની સુચારૂ સગવડ યજમાન શ્રેષ્ઠી પોપટલાલ અંબારામ અખાણી પરિવાર દ્રારા કરાઈ હતી.પર્યાવરણ સમિતિના મંત્રી ડો.રોહન ઠકકર તેમજ ઉતર ગુજરાતના રમેશભાઈ જોબનપુત્રા,કમલેશભાઈ તન્ના,મહેશભાઈ ઉદેચા,નિરંજનભાઈ ઠકકર સહિત સૌએ ખાસ હાજરી આપી હતી.લોહાણા મહાપરિષદ બનાસકાંઠાના રીજીઓનલ ચેરમેન મહાસુખભાઈ પૂજારા,ગાંધીનગરના રીજીઓનલ ચેરમેન જીતેન્દ્રભાઈ સેજાણી,પાટણના રીજીઓનલ મંત્રી જનકભાઈ તન્ના, ઉતર ગુજરાત મહિલા સમિતિ ચેરમેન મીતલબેન રાણા,ઉતર ગુજરાત જીવદયા સમિતિ ચેરમેન સુરેશભાઈ રંગોલી સહિત વિવિધ સમિતિઓના પદાધિકારીઓ તેમજ સભ્યો સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.લોહાણા મહાપરિષદ દ્રારા પોપટભાઈ અખાણીનું સન્માનપત્ર તેમજ સાલથી સન્માન કરાયું હતું.આ શુભ અવસરે સમાજ ગૌરવ શ્રેષ્ઠ સાહિત્યકાર એવા કનુભાઈ આચાર્ય, નાશિક ખાતે એવોર્ડ મેળવનાર પ્રહલાદભાઈ આચાર્ય, રમેશભાઈ કે.ઠકકર તેમજ ઉત્સાહી પત્રકાર આનંદભાઈ પી.ઠકકરનું પણ સાલ ઓઢાડી પ્રમુખ સતીષભાઈ વિઠલાણી તેમજ ટીમ દ્રારા સન્માન કરાયું હતું.લોહાણા મહાપરિષદની 100 જેટલી પીનનું વેચાણ થયું હતું.સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સારી રીતે સફળ થતાં યજમાન શ્રી પોપટભાઈ અખાણી,પર્યાવરણ સમિતિના ચેરમેન કિરિટભાઈ ભીમાણી,ઉતર ગુજરાત ઝોન પ્રમુખ ભગવાનભાઈ બંધુ તેમજ યુવા સમિતિ બનાસકાંઠા રીજીયન ચેરમેન યશ ઠકકર સહિત સૌએ રાજીપો વ્યક્ત કર્યો હતો અને આ તમામને લોહાણા મહાપરિષદના પ્રમુખ સતીષભાઈ વિઠલાણીએ પણ દિલથી અભિનંદન આપ્યા હતા.
આનંદ ઠકકર ડીસા

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM