ડાંગના ગ્રામીણ માર્ગોની મરામત પુરજોશમા હાથ ધરતું બાંધકામ વિભાગ

પ્રાથમિક અંદાજ મુજબ જિલ્લાના કુલ ૫૮ જેટલા માર્ગોને કુલ રૂ. ૨૧૮ લાખથી વધુનુ થયુ નુકશાન

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

ભારે વરસાદને પગલે રાજયના છેવાડે આવેલા ડાંગ જિલ્લાના ગ્રામ્ય માર્ગોને પણ ભારે નુકશાન થવા પામ્યુ છે.
જિલ્લા પંચાયતની બાંધકામ શાખાના કાર્યપાલક ઈજનેર શ્રી રાજૂભાઈ ચૌધરી તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, ડાંગ જિલ્લામા મુશળધાર વરસાદને પગલે એક પ્રાથમિક અંદાજ મુજબ કુલ-૫૮ જેટલા ગ્રામીણ માર્ગો, પુલો, કોઝ-વે ને અંદાજિત રૂ. ૨૧૮.૧૦ લાખ જેટલુ નુકશાન થયુ છે.


ડાંગના ત્રણેય તાલુકાઓની વિગતો જોઈએ તો આહવા તાલુકામા કુલ ૧૨ માર્ગોને રૂ.૪૭ લાખનુ નુકશાન થવા સાથે, સુબીર તાલુકાના ૨૪ માર્ગોને રૂ.૧૧૭.૧૦ લાખ, અને વઘઈ તાલુકાના ૨૨ માર્ગોને રૂ. ૫૪ નુકશાન પહોંચ્યુ છે.
રાજય સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા અસરકારક માર્ગો, પુલો, કોઝ-વેનુ તાત્કાલિક દુરસ્તીકામ હાથ ધરી, તેને વાહન વ્યવહાર યોગ્ય બનાવવા માટે, જિલ્લા કલેક્ટર શ્રી ભાવિન પંડ્યા, તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. વિપીન ગર્ગના માર્ગદર્શન હેઠળ, જિલ્લા પંચાયત બાંધકામ શાખાની ટીમ રાઉન્ડ ધ ક્લોક માર્ગ સુધારણાના કામે લાગી ગઈ છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *