સુરત જિલ્લાના મહુવા તાલુકાના પ્રા.આ.કેન્દ્ર, વલવાડા ખાતે ટીબી નિદાન માટે ડીજીટલ એક્ષ રે મફત કેમ્પ યોજાયો

રીપોર્ટ, મયુર પટેલ

૨૧/૦૭/૨૦૨૨  ના દિનના ટીબી નિદાન માટે ડીજીટલ એક્ષ રે મફત કેમ્પનું આયોજન જીલ્લા ક્ષય કેન્દ્ર સુરત નાં ઉપક્રમે તાલુકા હેલ્થ ઓફીસ ટીબી યુનિટ મહુવાના સેજા હેઠળ નાં    પ્રા.આ.કેન્દ્ર વલવાડા ખાતે આયોજન કરેલ હતું જેમાં પ્રા.આ.કેન્દ્ર વલવાડા અને મહુવરીયા નાં કાર્ય વિસ્તારના ગામો માંથી ….૯૫ …..શંકાસ્પદ ટીબી લાભાર્થીનાં  ડીજીટલ એક્ષ રે મફત પાડવામાં આવ્યા હતા, જેમાં પ્રા.આ.કેન્દ્ર વલવાડા ના મેડિકલ ઓફીસર ડો.હિમાંશુ બી.પટેલ, ટી.યુ મહુવાના એસ.ટી.એસ હિમાંશુભાઈ ગરાસિયા  દ્વારા ટીબી રોગની ગંભીરતા વિશે વિસ્ત્રુત માહીતી  પુરી પાડી હતી અને બધા સાથે મળી ટીબી રોગને નાબુદ કરવા  માટેના સહયારા પ્રયત્ન કરવા માટે પ્રતિજ્ઞા લીધી  હતી. આ કાર્યકર્મને સફળ બનાવવા પ્રા.આ.કેન્દ્ર નો સ્ટાફગણ, સી.એચ.ઓ, આરોગ્ય કર્મચારી અને આશાબેનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *