વલસાડ જિલ્લાના કપરાડા ખાતે મતદાર જાગૃતિ માટે સીગ્નેચર કેમ્પે ઇન યોજાયું

વલસાડ જિલ્લાના ૧૮૧-કપરાડા (અ.જ.જા) બેઠકની પેટા ચૂંટણી -૨૦૨૦ દરમિયાન વધુમાં વધુ મતદાન થાય તે હેતુસર જિલ્લા ચૂંટણી અધિકારી આર.આર.રાવલની રાહબરી હેઠળ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ઝુંબેશના રૂપમાં મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત કપરાડાની વાણિજ્‍ય અને વિનયન કૉલેજ ખાતે મતદાન જાગૃતિના સંકલ્‍પ સાથે સીગ્નેચર કેમ્‍પેઇનનું આયોજન કરાયું હતું. જેમાં મતદાન એ મારો અધિકાર છે, મતદાનના દિવસે હું અચૂક મતદાન કરીશના સંકલ્‍પ સાથે મતદારોએ સીગ્નેચર કેમ્‍પેઇનમાં ભાગ લીધો હતો. 

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *